SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણે વેઇટરો ખસિયાણા પડી ગયા. પેન્ટ લાવીને એને ઢાંકવાનો પ્રયત્ન કરવા લાગ્યા, પણ તે વ્યર્થ નીવડતો. એવામાં પોલીસની ગાડી આવી પહોંચી. બે પોલીસે નગ્ન વેઇટરને પોતાની ગાડીમાં ધકેલી દીધો અને એનો પહેરવેશ પણ અપાઈ ગયો. પોલીસની ગાડી ગઈ અને જાણે કશું બન્યું નથી એવું વાતાવરણ થઈ ગયું. અમને આશ્ચર્ય એ થયું કે રાડારાડની આવી ઘટના બની, પણ જતા આવતા કોઈ પણ રાહદારી ત્યાં એકત્ર થયા નહિ. ‘તમાશાને તેડું ન હોય' એ કહેવત અહીં ખોટી પડી હતી, જાણે કે કોઈને કશી નિસ્બત જ નહિ. પ્રેક્ષકવર્ગમાં માત્ર અમે બે મિત્રો જ હતા. વસ્તુત: અમે ઘટના જોવા ગયા નહોતા, પણ અમારા માર્ગમાં તમાશો થતાં અમે ઊભા રહી ગયા હતા. ચાલતાં ચાલતાં અમે વેઇટરોને પૂછ્યું તો જાણવા મળ્યું કે એ વેઇટર વસ્તુત: રેસ્ટોરાંમાં ડિશ-વૉશિંગનું કામ કરે છે. થોડા વખત પહેલાં એ ડિશ-વૉશરની પત્ની એને છોડીને બીજા કોઈ સાથે પરણી ગઈ છે. ત્યારથી એને એકલતા સાલે છે. રોજ દારૂ પીને કામ કરવા આવે છે. આજે વધારે પડતો ઢીંચીને આવ્યો હતો. એથી વ્યવસ્થાપકોએ એને ઠપકો આપ્યો. એટલે ભાઈસા'બ નોકરી છોડીને નીકળી ગયા, એનો ટૂંકો વૃત્તાન્ત સાંભળીને મને વિચાર આવ્યો કે આ સુખી દેશમાં પણ કેવી કેવી ઘટનાઓ બને છે! રહેઠાણ, વસ્ત્રો અને ખાવાનું સુખ હોય એથી જીવનની બધી સમસ્યાઓનો અંત આવી જતો નથી. વળી વિચાર એ પણ આવ્યો કે બે માણસ ઝઘડતા હોય તો વચ્ચે પડીને તેમને છોડાવવા-સમજાવવાનું બંધુ કૃત્ય કરવાનો વિચાર બધાને માન્ય નથી હોતો. જે દેશમાં પોલીસની કાર્યદક્ષ સેવા ત્વરિત હોય ત્યાં બીજાની સેવાની જરૂર નથી રહેતી. પગથિયાં ચડીને અમે રેસ્ટોરાંમાં દાખલ થયા. અંદરનું વાતાવરણ યથાવત્ હતું. જે રેસ્ટોરાંમાં થોડી મિનિટ પહેલાં ધમાલ મચી ગઈ ત્યાં એ વિશે કોઈ કશી વાત કરતું નહોતું. સૌ પોતપોતાના કામમાં મગ્ન હતા. અનિષ્ટ ઘટનાનાં કોઈ સ્પંદનો નહોતાં. વિશાળ પ્રવેશદ્વારમાં ઊભેલી વેઇટ્રેસે અમારું સસ્મિત સ્વાગત કર્યું અને એક ટેબલ અમને બતાવી ગઈ. અમે ટેબલની આસપાસ ગોઠવાયા. એક વેઇટર આવીને અમારી શાકહારી વાનગીનો ઑર્ડર લઈ ગયો. સ્લોમાં ઉનાળામાં પણ આપણને ઠંડી લાગે. એમાં અચાનક હવામાન બદલાઈ જાય તો ઠંડી વધી જાય. એટલે અમે સ્વેટર અને ટોપી પહેરી લીધાં હતાં. અમે ટોપી કાઢીને બાજુની ખાલી ખુરશીમાં મૂકી. અમારા ઑસ્ટોનું અવનવું * ૧૯૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy