SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ બગલથેલા પણ મૂક્યા. એટલામાં વેઇટ્રેસે આવીને કહ્યું, “સર, તમારી ટોપી અહીં મૂકી છે, પણ તમને વાંધો ન હોય તો હું બહાર કાઉન્ટર પર મૂકી આવું ?' ના બહેન, પછી લેવાનું ભુલાઈ જાય કે બદલાઈ જાય.” ના, એવું નહિ થાય, સર ! તમને બિલ્લો (ટોકન) આપશે એટલે બદલાશે નહિ.' ભલે, જેવી તમારી મરજી.' અમારી બંનેની ટોપી લેવાઈ ગઈ અને બિલ્લા આવી ગયા. વેઇટ્રેસે પાછું કહ્યું, “સર, આ તમારી બૅગ (થેલો) પણ ત્યાં જ રખાવી દોને. લાવો તમારા બિલ્લા. એ જ બિલ્લામાં રાખશે એટલે કશી ચિંતા નહિ.' અમારા બગલથેલા લેવાઈ ગયા અને કાઉન્ટરમાં અપાઈ ગયા. અમારું ભોજન આવી ગયું. અમે શરૂ કરીએ તે પહેલાં વેઇટ્રેિસે આવીને કહ્યું, આ સ્વેટર પહેરીને તમને જમવાનું ફાવશે ? ગરમી નથી લાગતી ? લાવો હું કાઉન્ટર પર મૂકી આવું. ચોળાઈ નહિ જાય. હેંગરમાં ભરાવીને રાખશે.' અમે સ્વેટર ઉતારીને આપી દીધાં. ફરી બિલ્લાની એક જાવન-આવન થઈ. અમને વેઇટ્રેસ બહુ વિનયી લાગી. અમને થયું કે ઘરાકની સગવડ માટે આ લોકો કેટલું બધું ધ્યાન આપે છે ! ખરેખર, આ લોકો પાસેથી ઘણું શીખવા જેવું છે ! ભોજન પૂરું થયું. તે મોંઘું પણ અમારે માટે યોગ્ય અને સંતોષકારક હતું. બિલ આવવાની રાહ જોતા હતા ત્યાં મિત્ર કહે, “ત્યાં સુધીમાં હું બાથરૂમ જઈ આવું.' તેઓ ગયા અને તરત પાછા આવ્યા. મેં પૂછ્યું, કેમ તરત પાછા ? લાઇન લાગી છે ? ના, પણ એના પૈસા આપવા પડે (કોઈન નાખવા પડે) એમ છે. એટલે માંડી વાળ્યું. આપણે દસેક મિનિટમાં તો હોટેલ પર પહોંચી જઈશું, પછી વગર કારણે પૈસા શું ખર્ચવા ?” મિત્રની વાત સાચી હતી. યુરોપના કેટલાક દેશોમાં શૌચાલયોમાં પૈસા આપવા પડે છે. જ્યાં જીવનનિર્વાહનું ધોરણ ઊંચું હોય અને નિભાવ ખર્ચ વધુ હોય ત્યાં આવકના આવા રસ્તા શોધવા પડે. બિલ ચૂકવાઈ ગયું. વેઇટર અને વેઇટ્રેસ બંનેને અમે ટિપ આપી, વિનયશીલ વેઇટ્રેસને વધુ. વેઇટ્રેસે સસ્મિત આભાર માન્યો, દરવાજા સુધી મૂકવા આવી અને અમારી વસ્તુઓ લેવાનું ભૂલીએ નહિ તેની યાદ અપાવી. બહાર નીકળતાં પ્રવેશદ્વાર પાસેના ખાંચામાં ચીજવસ્તુઓ અનામત ૧૭૦ ૯ પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy