SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ઈસ્તંબુલ - કોન્સેન્ટિનોપલ ન (તુર્કસ્તાન) ઈસ્તંબુલ - કોન્સેન્ટિનોપલ' - આ બે શબ્દો સાંભળતાં જ મારું ચિત્ત ભૂતકાળની સ્મૃતિમાં સરી પડે છે અને એક અનોખો તાલબદ્ધ લય અનુભવે છે. - ઈ.સ. ૧૯૫૦થી વીસેક વર્ષ મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે હું કામ કરતો હતો ત્યારે દર વર્ષે ત્રીજી ડિસેમ્બરે કૉલેજના વાર્ષિક દિન નિમિત્તે મોટા ઉત્સવનું જે આયોજન થતું તેમાં ગીતો, રાસ-ગરબા, નાટક ઈત્યાદિ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમમાં નવા-જૂના વિદ્યાર્થી ઉત્સાહભેર ભાગ લેતા. એમાં હિંદી, ગુજરાતી, મરાઠી ગીતો ઉપરાંત ઇંગ્લિશ ગીતો પણ સરસ ગવાતાં. એક વખત કૉલેજમાં નવી આવેલી ઉષા નામની એક પંજાબી વિદ્યાર્થિનીએ “ઈસ્તંબુલ - કોન્ટેન્ટિનોપલ'ના ધ્રુવપદવાળું ગીત, મોટાં ડ્રમ તથા અન્ય વાજિંત્રો સાથે બુલંદ સ્વરે ગાઈને એવી સરસ જમાવટ કરી દીધી કે બધા વિદ્યાર્થી પણ હાથપગના સ્વયમેવ તાલ સાથે ધ્રુવપદના આ બે શબ્દો (તેમાં પણ “બુલ'ને બદલે ‘બુલ્લ’) ઉચ્ચ સ્વરે ગાવા લાગ્યા હતા. પછી તો ઉષા જ્યાં સુધી કૉલેજમાં હતી ત્યાં સુધી દર વર્ષે આ લોકપ્રિય ગીત ગાવાનું એને માટે ફરજિયાત જેવું બની ગયું હતું. ત્યારે ઘણાંએ પહેલી વાર એ જાણ્યું કે આજનું જે ઈસ્તંબુલ છે તે જ પ્રાચીન સમયનું રોમન સામ્રાજ્યના પૂર્વ બાજુના વિભાગનું ઐતિહાસિક પાટનગર કોન્સેન્ટિનોપલ છે. મને સ્વપ્ન - ઈસ્તંબુલ - કોસ્ટેન્ટિનોપલ * ૭૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy