SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પણ ત્યારે ખ્યાલ નહોતો કે આ ઈસ્તંબુલની શેરીઓમાં ફરવાનો અવસર એક દિવસ મને પણ સાંપડશે. કેટલાક વખત પહેલાં અમે કેટલાક મિત્રો ટર્કી-તુર્કસ્તાનના પ્રવાસે ગયા હતા. અમારા ગ્રુપમાં બીજા ભારતીય પ્રવાસી પણ હતા. મુંબઈથી વહેલી સવારે વિમાનમાં નીકળીને સાંજ પહેલાં અમે ઈસ્તંબુલ પહોંચી ગયા. ભરચક વિસ્તારમાં આવેલી એક જાણીતી હોટેલમાં અમારો ઉતારો હતો. રૂમમાં સામાન ગોઠવીને અમે બજારમાં લટાર મારવા નીકળ્યા. આશરે પચાસ લાખની વસ્તીવાળા, તુર્કસ્તાનના આ મોટામાં મોટા શહેર(હવે તે પાટનગર રહ્યું નથી)માં ઊંચા ગોરા તુક લોકો યુરોપિયન જેવા જ લાગે. વસ્તુત: ટર્કીનો કેટલોક ભાગ યુરોપમાં અને મોટો ભાગ એશિયામાં છે. અહીં મુખ્ય વસ્તી મુસલમાનોની હોવા છતાં રસ્તા, દુકાનો વગેરેનાં બોર્ડ રોમન લિપિમાં છે. વીસમી સદીમાં તુર્કસ્તાનના સરમુખત્યાર કમાલ પાશાએ અહીં તુર્કી ભાષા માટે એરેબિક લિપિને સ્થાને રોમન લિપિ ફરજિયાત બનાવી હતી. - ઈસ્તંબુલ દુનિયાનાં કેટલાંક સુંદર શહેરોમાંનું એક છે. એક કાળે એ યુરોપનું સર્વશ્રેષ્ઠ શહેર ગણાતું હતું. વેપારનું તે મોટામાં મોટું મથક હતું. યુરોપ અને એશિયા એમ બંને બાજુ જળમાર્ગે તથા જમીનમાર્ગે એનો ધમધોકાર વેપાર ચાલતો. પ્રાકૃતિક સૌન્દર્ય, અનુકૂળ આબોહવા, ફળદ્રુપ જમીન, બંદર તરીકે મોકાનું સ્થાન વગેરેને કારણે ત્રણ હજાર વર્ષ પહેલાં ત્યાં લોકોનો વસવાટ ચાલુ થયો હતો. ભૂમધ્ય સમુદ્ર અને કાળા સમુદ્રને જોડતો અને એશિયા તથા યુરોપની ધરતીને છૂટો પાડતો જલવિસ્તાર અહીં આવ્યો છે. ભૂમધ્ય સમુદ્ર સાથે જોડાયેલા માર્મરા સમુદ્ર અને કાળા સમુદ્ર વચ્ચે જે બોસ્પોરસ નામની સામુદ્રધુની આવી છે તેનો એક નાનો ફાંટો જ્યાં પૂરો થાય છે તે “ગોલ્ડન હોર્નના બેય કિનારાની સામસામી ટેકરી પર વસેલું બંદર તે ઈસ્તંબુલ છે. ઈસ્તંબુલ એટલે એશિયા અને યુરોપનું સંગમસ્થાન. ઈસ્તંબુલમાં તંબુલ, ગલાતા વગેરે વિસ્તારોમાં ફરીને અમે હોટેલ પર પાછા ફર્યા. બીજે દિવસે સવારે અમે નગરદર્શનના કાર્યક્રમમાં જોડાયા. બસમાં અમારી ગાઈડ યુવતીએ ઈસ્તંબુલનો ઈતિહાસ કહ્યો. જેમ સૌન્દર્યના શિકારી ઘણા તેમ ઈસ્તંબુલ પોતાની રમણીયતાને કારણે જ વખતોવખત વિદેશી આક્રમણોનો ભોગ બન્યું હતું. અહીં યુદ્ધો ખેલાયાં છે અને લોહીની નદી વહી છે. એમ છતાં આ નગરે પોતાનું વ્યક્તિત્વ જાળવી રાખ્યું છે. શાન્તિના સમયમાં ઈસ્તંબુલ શિક્ષણ, કલા, સંસ્કૃતિનું ધામ રહ્યું છે. અહીં ૭૬ - પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy