SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ અમે ઊભા થયા. માછલી પકડવા માટે પાળી પાસે ઊભેલા પિતાપુત્ર નિરાશ થઈને પોતાના સળિયા પાછા લઈ રહ્યા હતા. પિતા પુત્રને આશ્વાસન આપી રહ્યો હતો એમ તેમની અરબીમાં થતી વાત સાંભળીને નવીનભાઈએ અમને કહ્યું. આપણી પ્રાર્થના ફળી’ એમ અમને સૌને સહર્ષ લાગ્યું. અમે ચાલવા લાગ્યા. નવીનભાઈએ કહ્યું, “આપણે દિવસે કૉફીપોટ અને કપના આકારનો ફુવારો જોયો. હવે જે ફુવારો જોવાનો છે તે શેખના મુગટના આકારનો છે. અંધારું થયા પછી જ તેની શોભા નિહાળવા જેવી છે. એટલા માટે આપણે અહીં સમય પસાર કર્યો. હવે ત્યાં જઈએ. અમે ત્યાં પહોંચ્યા. વિશાળ વર્તુળાકાર જગ્યામાં ઉદ્યાનની વચ્ચે બનાવેલો ખાસ્સો ઊંચો ફુવારો એના ઊડતા સીકરો અને રંગબેરંગી બરીના પ્રકાશને લીધે રત્નજડિત મુગટ જેવો લાગતો હતો. વળી નીચે ચારેબાજુ ફુવારામાંથી ઊડતું પાણી વિશાળ છત્રનો આકાર ધારણ કરતું હતું. વાતાવરણમાં મહેક અને શીતળતા હતાં. ફુવારો ઉપર ચડીને અમે જોયો અને પછી નીચેથી પણ જોયો. એના સૌન્દર્યમાં દષ્ટિકોણ અનુસાર વૈવિધ્ય હતું. સૌન્દર્યવૃદ્ધિમાં વિજ્ઞાનનો ફાળો ઓછો નથી, પણ ખર્ચાળ જરૂર છે. સૌન્દર્યની અભિવૃદ્ધિ વગર ખર્ચે તો પ્રકૃતિ કરી શકે એની તાજી પ્રતીતિ અમને ત્યાં જ થઈ. નીચેથી અમે ઊંચી દૃષ્ટિ કરીને કુવારો જોતાં હતાં તે જ વખતે આકાશમાં બંકિમ ચંદ્ર અને શુક્રનો ગ્રહ રત્નના આભૂષણની જેમ પ્રકાશી રહ્યા હતા. આ ફુવારાના દશ્યનું જ જાણે એક અંગ હોય, તેમ બને એવા યોગ્ય સ્થાને ગોઠવાયેલા હતા. આવું દશ્ય તો જવલ્લે જ જોવા મળે. ફુવારો જોઈ, અબુ ધાબીની વિદાય લઈ અમે દુબઈ પાછા ફર્યા. આખે રસ્તે લાઈટોનો ઝળહળતો પ્રકાશ હતો એટલે ગાડીની ગતિને કોઈ અવરોધ નહોતો. અમે દુબઈ સમયસર પહોંચ્યા અને અમારો કાર્યક્રમ પણ નિર્ધારિત સમયે જ ચાલુ થયો. (પાસપોર્ટની પાંખે-૩) ૭૪ ૪ પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy