SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ સ્ટોનહેન્જ (ગ્રેટ બ્રિટન) ઇંગ્લેન્ડમાં સ્ટોનહેન્જ (Stonehenge)ના પ્રવાસે જઈ આવેલાઓમાંથી કોઈક જો એમ કહે કે “ત્યાં કશું જોવા જેવું નથી, પથરા છે, નર્યા પથરા', તો એથી આશ્ચર્ય પામવા જેવું નથી. વસ્તુત: સ્ટોનહેન્જમાં જે જોવા જેવું છે તે ત્યાંના પથરા જ છે. એ સિવાય ત્યાં પર્યટનની દૃષ્ટિએ આકર્ષક બીજું કશું જ નથી. આથી સામાન્ય પ્રવાસીને એમાં રસ ન પડે એ સ્વાભાવિક છે. જેઓને માનવજાતિના સાંસ્કૃતિક ઇતિહાસમાં રસ છે, પુરાતત્ત્વમાં રુચિ છે, પ્રાચીન શિલ્પસ્થાપત્યના અવશેષો વિશે જિજ્ઞાસા છે તેઓને સ્ટોનહેન્જમાં અચૂક રસ પડે એવું છે. સ્ટોનહેન્જ એટલે પ્રાગૈતિહાસિક કાળના સ્થાપત્યકળાના વિરલ અવશેષો. Stonehenge એ તો વર્તમાન જગતે આપેલું નામ છે. પ્રાગૈતિહાસિક કાળની જે પ્રજાએ આ બાંધકામ કર્યું હશે એણે એનું શું નામ રાખ્યું હશે તેની આપણને કશી ખબર નથી. Stone એટલે પાષાણ. Henge શબ્દ Hang (લટકતું)ના અર્થમાં વપરાયો છે. માનવજાતિના પાષાણયુગમાં આ બાંધકામ થયું છે એ દૃષ્ટિએ Stone શબ્દ યથાર્થ છે. આ સ્થળે ખાસ્સી મોટી શિલાઓ ઉપર બારસાખ કે તોરણની જેમ આડી શિલાઓ ગોઠવવામાં આવી છે એટલે તે લટકતી ગણાય. આપણે stonehengeનું ગુજરાતી નામ આપવું હોય તો “પાષાણતોરણ' અથવા “અવલંબિત શિલાઓ” કે ૧૩૬ ૯ પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy