SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ એવું કશુંક આપી શકીએ. હકીકતમાં તો એવું નામ પણ અધૂરું જ ગણાય, કારણ કે સમગ્ર રચના તો એક મંદિરના આકાર જેવી છે એટલે એને પાષાણયુગીન દેવાલય' તરીકે વધારે સારી રીતે ઓળખાવી શકાય. સ્ટોનહેન્જને ઇંગ્લેન્ડની એક અજાયબી તરીકે ઓળખાવવામાં આવે છે. ઇંગ્લેન્ડની તો એ પ્રાચીનતમ ઇમારત છે જ, પણ ઇતિહાસકારો કહે છે કે સમગ્ર યુરોપની ધરતી પર એ માનવસર્જિત પ્રાચીનતમ અવશેષ ઈ.સ. ૧૯૮૪માં અમે કેટલાક મિત્રો લંડનથી લગભગ એંસી માઈલ દૂર, સૉલ્સબરી -(Salisbury)ના વિશાળ મેદાની પ્રદેશમાં એવન (Avon) નદીની પાસે આવેલા સ્ટોનહેન્જનાં દર્શન કરવા નીકળ્યા હતા. અમારી ગાડી પહોંચવા આવી ત્યાં તો ઘણે દૂરથી સ્ટોનહેન્જની આકૃતિ સ્પષ્ટ દેખાવા લાગી. ઉનાળાના દિવસો હતા, આકાશ સ્વચ્છ હતું અને નજીકમાં બીજાં કોઈ ઊંચાં મકાનો નહોતાં એટલે એકલીઅટૂલી એ ઇમારતનું દૃશ્ય તરત ઓળખાઈ જાય અને ગમી જાય એવું હતું. સ્ટોનહન્જની આકૃતિ અત્યંત વિલક્ષણ છે. સ્થાપત્યકલાના કેટલાક ઉત્તમ નમૂનાઓની નકલ અન્યત્ર થાય છે, પણ સ્ટોનહેન્જની નકલ દુનિયામાં અન્યત્ર ક્યાંય એના કાળમાં કે પછી થઈ હોય તો પણ એના અવશેષો નથી. એટલે સ્ટોનહેન્જની આકૃતિ અજોડ છે. વિશિષ્ટ લાક્ષણિક મુદ્રાવાળી આ આકૃતિ એક વખત બરાબર ધ્યાનથી જોઈ હોય તો તે ક્યારેય ભુલાય એવી નથી. સ્ટોનહેન્જ પહોંચી, ગાડીમાંથી ઊતરી અમે ચાલવા લાગ્યા. મુખ્ય માર્ગ પર થોડી નાની નાની દુકાનો હતી. અહીં બીજું વેચાય પણ શું ? પિશ્ચર-પોસ્ટકાર્ડ, સ્લાઇડ, કેમેરાના રોલ, યાદગીરીની ચીજવસ્તુઓ વગેરે મળે. અમે એક દુકાનમાં દાખલ થયા. દુકાનદાર વીસેક વર્ષની અતિશય સ્થૂળકાયની યુવતી હતી. બેઠી બેઠી તે કશુંક ખાતી હતી. ઊઠવાની તે આળસુ જણાઈ. ઘરાકના સ્વાગત જેવું નામ નહિ. આમ પણ જે જોઈએ તે ચીજવસ્તુના ભાવ લખેલા હોય અને ભાવતાલ (Bargain) જેવું હોય નહિ. દુકાનદાર સામેથી ઘરાકને પૂછે એવી પ્રથા પણ નહિ. તોપણ અમારામાંથી એકે કંઈક પૂછપરછ કરી તો જવાબ ઉદ્ધતાઈભર્યો મળ્યો. અમારા ભારતીય ઘઉવર્ણા ચહેરાને કારણે હોય કે સહજ રીતે હોય, એના કડક ઉદ્ગારો મનમાં પ્રતિક્રિયા જગાવે એવા હતા. એની ચામડીનો રંગ ગોરો હતો પણ એનો કરડાકીભર્યો કદરૂપો ચહેરો, એણે ધારણ કરેલાં વસ્ત્રોનો લાલ ભડક રંગ, એનો રુક્ષ સ્વર અને એના શબ્દોની તોછડાઈ સ્ટોનહેન્જ * ૧૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy