________________
- આ બધાંએ થોડીક ક્ષણોની મુલાકાતમાં પણ અમારાં ચિત્તમાં અપ્રિય ઊંડી છાપ પાડી દીધી.
તરત અમે ત્યાંથી નીકળી ગયા. ચાલતાં ચાલતાં સ્ટોનહેજના પ્રવેશદ્વારમાં દાખલ થયા. એક સજ્જન ફરજ પર ત્યાં ઊભા હતા. ભૂરા રંગનો ગણવેશ એમણે પહેર્યો હતો. આ પ્રાચીન ભગ્નાવશેષના “રખેવાળ' તરીકે તેઓ એમાં કામ કરતા હશે એમ લાગ્યું. એમણે અમારું સસ્મિત
સ્વાગત કર્યું. માથે ટાલ અને કરચલીઓવાળી મુખમુદ્રા પરથી તેઓ પાંસઠસિત્તેરનાં હશે એમ જણાયું. આવા સ્થળની નોકરી કસોટી કરનારી હોય છે. પ્રવાસીઓ હોય ત્યારે કામ, પછી નવરા ને નવરા. એમની સાથેની વાતચીત પરથી જાણ્યું કે તેઓ પાસેના કોઈક ગામમાં રહે છે. નોકરી માટે સવારસાંજ બસમાં આવ-જા કરે છે.
થોડે દૂર આવેલા અવશેષો પાસે અમે પહોંચી ગયા. અહીં શિલાઓનું બાંધકામ વર્તુળાકારે થયેલું છે. મૂળ બાંધકામમાંથી હાલ અડધી ઓછી શિલાઓ રહી છે. તેમ છતાં આ ઇમારતનો નકશો કેવો હશે તે સમજી શકાય છે. સંશોધકોએ અભ્યાસ કરીને આખી આકૃતિ કેવી હશે તેનું કાલ્પનિક ચિત્ર તૈયાર કરેલું છે. આશરે સો ફૂટના વ્યાસ જેટલા મોટા વર્તુળમાં શિલાઓ છે. જમીનમાં ખાડો ખોદી ખંભની જેમ ઊભી કરેલી બધી શિલાઓ દીવાલની જેમ અડોઅડ નથી, પરંતુ બે અડોઅડ શિલા પછી એટલી જ જગ્યા ખાલી છોડી દેવામાં આવી છે. શિલાતંભો ઉપર આડી લંબચોરસ શિલાઓ વર્તુળાકારે અડોઅડ સળંગ ગોઠવેલી હશે. બે શિલાતંભ વચ્ચે દ્વાર જેવી થયેલી રચના નિહાળી શકાય છે એટલે કે કેટલીક આડી શિલાઓ બારસાખ તરીકે વપરાયેલી છે. સમગ્ર વર્તુળમાં એવાં ત્રીસ જેટલાં દ્વાર હશે એમ મનાય છે.
આ મુખ્ય વર્તુળાકારની અંદર બીજી મોટી શિલાઓ ઘોડાની નાળના આકારે ગોઠવેલી છે. વર્તુળ અને નાળ બંનેનાં મુખ્ય પ્રવેશદ્વાર એક જ દિશામાં છે. આ આખી રચના કોઈ મંદિર જેવી લાગે છે. અંદરની નાળ જેવી રચના તે ગર્ભદ્વાર અને એની બહારનું વર્તન તે રંગમંડપ હશે એવો ભાસ થાય છે.
આ બાંધકામમાં ઊભી લંબચોરસ શિલાઓ દસથી બાર ફૂટ ઊંચી છે. કેટલીક શિલાઓ નીચેથી સહેજ પહોળી અને ઉપર જતાં સાંકડી થાય છે. પાંચ-સાત ટનથી માંડીને વીસ-બાવીસ ટન સુધીના વજનવાળી શિલાઓ અહીં વપરાઈ છે. શિલાઓ કંઈક અણઘડ લાગે છે. સરખી ઘસીને એને
૧૩૮ પ્રવાસ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org