________________
બહુ મહત્ત્વ નહિ આપો તો ચાલશે.' પણ સાકાયોરીએ તે વાત કબૂલ ન રાખી. એમણે રિસેપ્શનિસ્ટને કહ્યું, “તાકામ શહેરમાં બીજી કોઈ હોટેલમાં તપાસ કરીને અમને બે સ્વતંત્ર રૂમની વ્યવસ્થા કરાવી આપો. અહીં તમારા રૂમનો જે ચાર્જ થતો હશે એ તો અમે આપી દઈશું.”
રિસેપ્શનિસ્ટ ફોન પર ફોન જોડ્યા, પણ દરેક ઠેકાણેથી એક જ જવાબ આવ્યો કે એક પણ રૂમ ખાલી નથી.
એક જ રૂમમાં રહેવાનું નછૂટકે થયું, પણ એ સાકાયોરીને ગમ્યું નહિ. એમનું મોટું પડી ગયું. ચાવી લઈ અમે અમારા રૂમમાં પહોંચીને સામાન મૂક્યો. અમારી પાસે ફક્ત એક એક નાની બેગ જ હતી. જાપાનના પ્રવાસમાં બહુ સામાન લેવાની આવશ્યકતા નહિ. જાપાનની હોટેલના રૂમમાં પહેરવા અને સૂવા માટેનો કિમોનો ડ્રેસ, પગમાં પહેરવાનાં સ્લીપર, નહાવા માટે સાબુ અને ટોવેલ, શેમ્પ અને હેરડ્રાયર, દાંત સાફ કરવા માટે એક દિવસ ચાલે એવું બ્રશ અને નાની ટૂથપેસ્ટ, હજામત માટે એક વખત વાપરીને ફેંકી દેવાનો અસ્ત્રો, બૂટને પાલિશ કરવા માટેની સગવડ, નિશ્ચિત સમયે ઊઠવા માટે એલાર્મ ઘડિયાળ વગેરે ઘણી સુવિધા હોય છે. ઠંડા પ્રદેશને કારણે કપડાં બહુ મેલાં થતાં નથી. એટલે એકાદ દિવસના પ્રવાસ માટે તો ઘણા લોકો બીજી જોડ કપડાં પણ સાથે લેતાં નથી.
હાથ-મોં ધોઈ અમે તૈયાર થયા. સાકાયોરીએ કહ્યું, “ડૉ. શાહ, આ નાના ગામમાં તમને શાકાહારી વાનગી મળવાની થોડીક મુશ્કેલી તો રહેશે જ.' મેં કહ્યું, “મને બહુ વાંધો નહિ આવે. જો ચા-દૂધ, બ્રેડ, ભાત અને ફળ વગેરેમાંથી જે કંઈ મળે તો એટલાથી મારે ચાલી રહેશે.” અમે હોટેલની રેસ્ટોરાંમાં ગયા. ચા મળતી હતી, પરંતુ તે દૂધવાળી નહોતી. દૂધ વગરની કાળી ચા (જાપાનમાં એવી ચા વધારે પિવાય છે અને એને કો ચા કહે છે) લીંબુ સાથે હતી. વેઈટરને પૂછતાં જાણવા મળ્યું કે રેસ્ટોરાંમાં બ્રેડ નથી, કોઈ ફળ નથી અને જે ભાત છે તે મને ખપે એવા નથી, કારણ કે તેમાં ઝીણી ઝીણી માછલી નાખેલી છે. સાકાયોરીએ મને કહ્યું, “આ રેસ્ટોરાંમાં તો તમારે લાયક કશું મળતું નથી. પરંતુ આપણે બહાર જઈને બીજે ક્યાંક તપાસ કરીએ.' અમે બજારમાં નીકળ્યા. દુકાનોવાળી મુખ્ય સ્ટ્રીટની અંદર ઘણે દૂર સુધી અમે આંટો માર્યો. કેટલીક દુકાનોમાં અને નાની રેસ્ટોરાંમાં પૂછપરછ કરી, પરંતુ કોઈ પણ ઠેકાણે બ્રેડ, ફળ કે બીજું કશું મારે લાયક ખાવાનું મળતું ન હતું. સાકાયોરીએ જાપાની પદ્ધતિની બીજી હોટેલોમાં ફોન કરીને પૂછ્યું, પરંતુ કોઈ પણ ઠેકાણે દૂધ સુધ્ધાં
પ૨ ૯ પ્રવાસ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org