SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ લાગે અને છતાં અત્યંત કલાત્મક હોય. ઉદ્યાનકલા એ જાપાનનો અત્યંત પ્રિય વિષય છે. કેટલાય લોકો એ વિષયમાં પારંગત થયેલા જોવા મળશે. ટોકિયો, ક્યોટો, સાકા, નિકો, હિરોશિમા વગેરે સ્થળે આવેલાં રમણીય ઉદ્યાનો મેં જોયાં હતાં. પરંતુ શિકોકુ ટાપુમાં આવેલો સુપ્રસિદ્ધ રિસૂરિન પાર્ક મેં જોયો ન હતો. એ જોવાની મારી ઘણા વખતથી ઈચ્છા હતી. ઈ.સ. ૧૯૬૮માં મારે જાપાન જવાનું થયું ત્યારે મેં મારા મિત્ર સાકાયોરીને પત્ર લખીને જણાવ્યું હતું કે “મારી ઈચ્છા જાપાનનો મશહૂર રિસૂરિન પાર્ક' જોવાની છે. અને જો બની શકે તો તેના પ્રવાસનું આયોજન કરવાની ભલામણ છે. એટલે તેમણે તે પ્રમાણે પ્રવાસ ગોઠવ્યો હતો. રિસૂરિન પાર્ક જોવા માટે નજીકનું મોટું શહેર તે તાકામસું છે. મધ્ય જાપાનમાં, શિકોકુ ટાપુમાં દરિયાકિનારે આવેલું આ એક નાનું શહેર છે. હવે તો એનો ઘણો વિકાસ થયો છે, પરંતુ એ વખતે તો તે એક નાનું શાંત નગર હતું. શહેરમાં બહુ હોટેલો ન હતી. જે બે-ચાર હોટેલો હતી તે પણ પ્રમાણમાં સાવ નાની હતી અને બીજી ત્રણ-ચાર નાની હોટેલ જાપાની પદ્ધતિની હતી. સાકાથી સ્ટીમરમાં બેસી અમે સાંજે તાકામસું ઊતરી “તાકામસું” નામની હોટેલમાં પહોંચ્યા. હોટેલ નાની હતી, પણ નાના શહેરના પ્રમાણમાં સારી હતી. હોટેલમાં પહોંચીને રિસેપ્શન કાઉન્ટર ઉપર સાકાયોરીએ પોતાનું નામ આપ્યું. રિસેપ્શનિસ્ટ અમને એક રૂમની ચાવી આપી. સાકાયોરીએ એને કહ્યું, “અમે બે જણ છીએ. અમારા માટે અમે બે રૂમ બુક કરાવી છે.” રિસેપ્શનિસ્ટે કહ્યું, “માફ કરજો, અમે તમારા માટે એક જ રૂમ બુક કરી છે. બે ભાઈ આવશે એવો અમને સંદેશો મળ્યો છે, પણ બંનેને અલગ અલગ રૂમ જોઈએ એવો સંદેશો મળ્યો નથી. એટલે અમે તમારા માટે એક જ રૂમ બુક કરી છે.' સાકાયોરીએ કહ્યું, “એમાં કંઈ ગેરસમજ થઈ લાગે છે, પણ હવે અમને બીજી એક રૂમ આપો.” રિસેપ્શનિસ્ટે કહ્યું, “અમે દિલગીર છીએ કે અમારી પાસે બીજી એક રૂમ ખાલી નથી.” . મેં સાકાયોરીને કહ્યું, “આપણા બંને માટે જો એક જ રૂમ રાખી હોય તો તે એક રૂમમાં રહેવામાં મને વાંધો નથી. એટલો ખોટો ખર્ચ કરવાની કંઈ જરૂર નથી.” પણ સાકાયોરીએ આગ્રહ રાખ્યો કે બંને જણ માટે જુદી જુદી રૂમ મળતી હોય તો તે રીતે જ રહેવું છે. મેં કહ્યું, “તમે મને મહેમાન તરીકે તાકામન્સ અને રિસુરિન પાર્ક * ૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy