SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ 9 તાકામસુ અને રિસુરિન પાર્ક (જાપાન) દેશ તરીકે જાપાન નાનો છે, પરંતુ પ્રાકૃતિક સૌંદર્યની દષ્ટિએ તે ઘણો રળિયામણો છે. વસ્તુની સુંદર કલાત્મક ગોઠવણી એ જાપાનની પ્રજાની ખાસિયત છે. સ્વચ્છતા અને સુંદરતાનો સાંસ્કારિક સમન્વય જાપાનની પ્રજાના લોહીમાં સુપેરે ઊતરી આવેલો જોવા મળશે. જાપાની લોકોને પોતાનું નાનકડું ઘર હોય તોપણ એના એકાદ ખૂણામાં નૈસર્ગિક મનોહર રચના કરવાનું ગમે છે. ક્યારેક તો નાનું સરખું સતત વહેતું ઝરણું અથવા નાના નાના લીસા, ગોળ કે કરકરા પથ્થરો ઉપર થઈને નીચે પડતા પાણીની રચના પણ તે તેમાં કરે છે. મોટાં વૃક્ષોની નાની જીવંત આકૃતિ (બોન્સાઈ) કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ પણ જાપાની લોકોએ સૈકાથી વિકસાવેલી છે. ફૂલ-ડાળખી-પાંદડાંની મનોહર રચનાની કલા (ઈકેબાના) પણ જાપાનની આગવી છે. ઉદ્યાનમાં ગોળમટોળ કાંકરા અને પથ્થરોને શ્વેત રેતીમાં કલાત્મક રીતે ગોઠવી સ્થળના સૌંદર્યમાં અભિવૃદ્ધિ કરવાની સૂઝ પણ તેમની પાસે સરસ હોય છે. જાપાન તેનાં ઉદ્યાનો માટે જાણીતો દેશ છે. જે જાપાનના બગીચામાં ફરેલા હોય તે અન્ય કોઈ દેશમાં પણ જાપાની શૈલીથી બગીચો કરવામાં આવ્યો હોય તો તે તરત પારખી શકે છે. વહેતા ઝરણાનાં પાણીમાં એક કિનારેથી બીજે કિનારે જવા માટે વચમાં ગોળ પથ્થરોને સીધી લીટીએ ગોઠવવાને બદલે તેને એવો નૈસર્ગિક વળાંક તેઓ આપશે કે જે કુદરતી ૫૦ % પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy