SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ધોધ પાસેથી તરાપો પસાર થાય ત્યારે ઉપરથી પડતા પાણીનો વેગ અને જથ્થો કોઈ વખત ઘણો વધારે હોય તો તે પ્રવાસીની આડે ઊભા રહી ધોધનો માર પોતે ઝીલી લેતા. પ્રપાતનાં પડતાં પાણીમાં સ્નાન કરવાનો સાહસિક અને રોમાંચક અનુભવ કરી અમે પાછા ફર્યા. હોડીવાળાએ અમને બોલાવીને પોતાની હોડીમાં બેસાડ્યાં. હવે હોડીનું કામ સરળ હતું. નદીનાં પાણી નીચે વહેતાં જતાં હતાં. વહેણની સાથે હોડી સરકતી હતી. નાવિકોનો શ્રમ માત્ર ખડકો વચ્ચે હોડીને વળાંકો આપવાનો રહેતો. થોડી વારમાં તો અમે નદીના પહોળા પટમાં આવી પહોંચ્યાં. પ્રકૃતિસૌન્દર્યનો આનંદ તો હતો જ. તેમાં વળી અમે રાહતનો પણ આનંદ અનુભવ્યો. સૂર્યના પ્રકાશમાં અમારાં ભીનાં શરીર સુકાઈ ગયાં. હોટેલ પાસેના કિનારે અમે ઊતર્યા. અમારાં શરીર જકડાઈ ગયાં હતાં બેઠાં બેઠાં. હોડીવાળાના શરીરમાં હજુ સ્કૂર્તિ હતી. બીજો ફેરો કરવાની અને નવા ઘરાકોને લઈ જવાની ઉત્સુકતા તેમની આંખોમાં વરતાતી હતી. રોજેરોજ આવું પરિશ્રમ ભરેલું કામ કરનારાની તાસીર જ જુદી હતી. એમના ચહેરા ઉપર સતત વ્યગ્રતાની પાકી રેખા અંકિત થઈ ગઈ હતી. એમના પગ રાંટા થઈ ગયા હતા. પગના ગોટલા કઠણ બની ગયા હતા. પગનાં તળિયાં પાણીની નીચેના વાંકાચૂંકા પથ્થરો પર ભાર દઈને ચાલવાથી સપાટ થઈ ગયાં હતાં. પગના તળિયાની ધોળી રેખા સતત પાણીમાં રહેવાને લીધે વધુ ઊંચી આવી હતી. સૂર્યના તાપને લીધે એમનાં ઉઘાડાં શરીર કાળાં પડી ગયાં હતાં. હોડીમાંથી અમે ઊતર્યા એટલે બંને નાવિકોએ બક્ષિસ માટે સલામ કરી. પરંતુ અમે ખુલાસો કરીએ તે પહેલાં એમણે જ કહ્યું, “આપ કપડાં પહેરીને અને પૈસા લઈને આવો ત્યાં સુધી અમે રાહ જોઈએ છીએ.” અમે કપડાં પહેરી નાવિકો પાસે આવ્યાં. પેટને ખાતર તેમની કાળી મજૂરી જોઈને અમે ગાઈડે કહી તેથી બમણી બક્ષિસ આપી. પેલા ચીની સજ્જનથી પણ વધુ બક્ષિસ આપ્યા વિના રહેવાયું નહિ. (પાસપોર્ટની પાંખે-૧) પાગ્સાન-હામનો ધોધ એક ૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy