SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ મળતું ન હતું. એકંદરે જાપાની લોકો દૂધ લેવાને બહુ ટેવાયેલા નથી. દૂધાળાં ઢોર પણ જાપાનમાં ખાસ નથી. એવી એક માન્યતા છે કે દૂધ પીનારી પ્રજાને હાથેપગે રુવાંટી થાય છે. જાપાની લોકોને એકંદરે હાથેપગે રુવાંટી હોતી નથી. અમે ઘણુબધે ઠેકાણે રખડીને આવ્યા, પણ મારે લાયક કશું ખાવાનું મળ્યું નહિ. કંઈ જરૂર નહિ પડે એમ સમજીને ઓસાકાથી કશું લીધું પણ નહોતું. રેસ્ટોરાંમાં સાકાયો૨ીએ પોતાનું ભોજન લીધું. મેં ફક્ત લીંબુવાળી ચા પીધી. સાકાયો૨ીને ઘણો અફસોસ થયો. મેં કહ્યું, ‘તમે મારી ફિકર કરશો નહિ. હું ભૂખ્યો રહેવાને ટેવાયેલો છું.' સાકાયોરીએ કહ્યું, ‘ડૉ. શાહ, ભૂખ્યા પેટે તમને ઊંઘ કેમ આવશે ?' મેં કહ્યું, ‘મને ભૂખ્યા પેટે પણ સારી ઊંઘ આવી જશે. અમે જૈન લોકો એનાથી ટેવાયેલા હોઈએ છીએ.' સાકાર્યોરીએ જમી લીધું એટલે અમે અમારી રૂમમાં ગયા. આખા દિવસના પ્રવાસથી થાકેલા હતા. વળી બજારમાં અમે ખૂબ રખડ્યા હતા. એટલે પથારીમાં પડશું એવા ઊંઘી જઈશું એમ લાગતું હતું. સાકાયોરીએ કહ્યું, 'ડૉ. શાહ જુદી રૂમ રાખવા માટેનો મારો આગ્રહ શા માટે છે તે તમે જાણો છો ?' મેં કહ્યું, ‘નહાવા-ધોવામાં સગવડ રહે એટલા માટે જ હોય ને ?' સાકાયોરીએ કહ્યું, ‘એ તો ખરું, પણ ખાસ તો એ માટે કે મારે લીધે તમને અગવડ ન પડે એવી મારી ઈચ્છા હતી.' મેં કહ્યું, ‘તમારા લીધે મને કશી જ અગવડ રહેવાની નથી. તમે સિગરેટ ઘણી પીઓ છો એ હું જાણું છું અને એનો ધુમાડો મને ગમતો નથી એ તમે જાણો છો, પરંતુ રાત્રે સિગરેટ પીવાનો પ્રશ્ન જ ક્યાં છે ?' સાકાયોરીએ કહ્યું, ‘એટલે જ મારે ખુલાસો કરવો છે. રાતના પણ હું ત્રણચાર વખત ઊઠીને સિગરેટ પીઉં છું.' મેં કહ્યું, ‘તેનો વાંધો નહિ. એક રાતનો સવાલ છે ને ? પંખો ચાલુ રાખીશું. ધુમાડો તરત નીકળી જશે.’ સાકાયોરીએ કહ્યું, ‘સિગરેટની તો હું તમને બહુ તકલીફ નહિ આપું, પરંતુ જ્યારે હવે એક જ રૂમમાં સાથે રાત રહેવાનો પ્રસંગ આવ્યો છે ત્યારે મારે મારી અંગત ખાસિયતનો ખુલાસો કરી દેવો જોઈએ. હું ઊંઘમાં મોટેથી ઘણો બડબડાટ કરું છું. એથી તમારી ઊંઘમાં ખલેલ તો પડશે જ.' મેં વાતને હળવી બનાવવા કહ્યું, ‘તમે ભલે ઊંધમાં બોલો, પણ તમે જે જાપાની ભાષામાં બોલશો તે હું સમજી નહિ શકું. એટલે તમે જે કંઈ બોલ્યા હશો તે હું તમારી પત્નીને જણાવી દઈશ એવી કોઈ બીક રાખવાનો પ્રશ્ન રહેતો નથી.' તાકામત્સુ અને રિસુરિન પાર્ક * ૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy