________________
સાકાયોરીએ કહ્યું, “એની મને ચિંતા નથી, કારણકે હું જે બોલું છું તે મારી પત્ની પણ સમજી શકતી નથી. મારું બબડવાનું અસ્પષ્ટ હોય છે.” કહ્યું, “તમારી પત્નીને તમારું બોલેલું ન સમજાય એ તો જાણે સમજ્યા, પણ ઊંઘમાં બોલવાને કારણે તમારી પત્નીની ઊંઘમાં ખલેલ નથી પહોંચતી ?” “પહોંચે જ છે', સાકાયોરીએ કહ્યું, “જોકે હવે ઘણી ટેવાઈ ગઈ છે, પરંતુ કોઈ કોઈ વખત હું જ્યારે બહુ મોટેથી બડબડાટ કરતો હોઉં ત્યારે તે બીજી રૂમમાં જઈને સૂઈ જાય છે.”
આખા દિવસના પ્રવાસથી અમે થાકેલા હતા. એટલે ઊંઘવાની તૈયારી કરી. રૂમમાં બે પલંગ આજુબાજુમાં હતા. સૂતાં પહેલાં સાકાયોરીએ પોતાની વિચિત્ર આદત માટે ફરી એક વખત મારી ક્ષમા માગી. મેં કહ્યું, “આખી રાત મારે જાગવું પડે તોપણ મને વાંધો નથી. આખી રાત સતત જાગીને સળંગ ડ્યૂટી કરવાનો મને લશ્કરી કૅમ્પનો અનુભવ છે. વળી હું કોઈક વખત રાત્રે ઝેન (ધ્યાન)માં પણ બેસું છું. એટલે તમે મારી બિલકુલ ફિકર કરશો નહિ.'
સાકાયોરી થોડી વારમાં ઘસઘસાટ ઊંઘી ગયા. હું પણ પ્રાર્થના કરીને સૂઈ ગયો. ભૂખ્યા પેટે પણ મને તરત ઊંઘ આવી ગઈ. પરંતુ મારી એ ઊંઘ વધારે સમય ટકી નહિ. રાતના અગિયારેક વાગ્યા હશે. ત્યાં તો સાકાયોરીએ ઊંઘમાં મોટેથી બડબડાટ ચાલુ કર્યો. એમનો અવાજ એટલો મોટો હતો કે બાજુમાં સૂનારની ઊંઘમાં અવશ્ય ખલેલ પડે. આ વાતની પહેલેથી જો ખબર ન હોય તો રૂમની અંદર અચાનક કોણ ઘૂસી ગયું છે અને શી ધમાલ થઈ રહી છે તે સમજાય નહિ. થોડી વારના બડબડાટ પછી સાકાયોરી શાંત થઈ ગયા. એમનાં નસકોરાં જોરથી બોલવા લાગ્યાં. મેં પથારીમાં પડ્યા પડ્યા ઊંઘ આણવાનો પ્રયત્ન કર્યો. રાત્રે ઊંઘ ન આવતી હોય તો ઘેટાં ગણવાની પદ્ધતિ જાણીતી છે, પણ મને તો ઘેટાં ગણવાને બદલે નવકારમંત્ર ગણવાની ટેવ છે. થોડો વખત એ રીતે નવકાર ગણ્યા ત્યાં ચિત્ત નિદ્રાધીન થયું. પણ ત્યાં તો સાકાયોરીનો બડબડાટ ફરી ચાલુ થયો. કોઈ કોઈ શબ્દો તો તારસ્વરે બોલાતા હતા. આવા સંજોગોમાં ઊંઘ આવવાની શક્યતા હવે જણાતી નહોતી. મને થયું કે પથારીમાં જાગતા પડ્યા રહેવું એના કરતાં તો સ્તુતિ, જાપ, ધ્યાન વગેરે કરવાં તે વધુ યોગ્ય થશે. મેં ઊઠીને મારું આસન લઈને એક ખૂણામાં બેસીને સ્તુતિ, જાપ વગેરે ચાલુ કર્યા. મને ઊંઘવા નથી મળતું એવો મને કોઈ સંતાપ કે થાક નહોતો. મારા મનમાં સાકાયોરી પ્રત્યે કોઈ ચીડ પણ નહોતી, બલકે સહાનુભૂતિ
૫૪ * પ્રવાસ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org