SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ બેસી રહેવાનો વખત ન આવે. થોડી વારે શ્રી પટેલે ફરી પાછો પ્રશ્ન કર્યો, “આયુર્વેદિક દવાઓ સારી કે એલોપથીની ? તમારો શો અનુભવ છે ?' કેટલાક રોગોમાં આયુર્વેદક દવાઓ બહુ અક્સીર હોય છે. વળી, એમાં માફક ન આવે તોપણ નુકસાન ખાસ હોતું નથી. પરંતુ તે દવાઓ ધીરજ માગી લે છે, કારણ કે તેનો કોર્સ લાંબો હોય છે. કેટલાક રોગોમાં એલોપથીની દવાઓ બહુ અકસીર હોય છે. તેની અસર તરત જ થાય છે અને રોગ મટી જાય છે.” આમ વાતો કરતાં કરતાં અમે સાઉથ પેસેફિક યુનિવર્સિટીમાં પહોંચ્યા. યુનિવર્સિટીનું કૅમ્પસ ઊંચાઈવાળા શાંત રમણીય વિસ્તારમાં આવેલું છે. આ કેમ્પસ ધીમે ધીમે વિકસી રહ્યું છે. નવાં નવાં મકાનો તૈયાર થઈ રહ્યાં છે અને નવા નવા વિભાગો ખૂલી રહ્યા છે. શ્રી પટેલે કહ્યું, “અમારી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ઓછા છે, પરંતુ રાજ્યની એક જ યુનિવર્સિટી હોવાથી પૈસાની કોઈ તકલીફ નથી. સારો પગાર આપી અમે વિદેશમાંથી પણ અધ્યાપકો લાવીએ છીએ. કેટલાક અધ્યાપકો ઈન્ડિયાથી પણ આવ્યા છે. જોકે અમારા છોકરાઓ અહીં બહુ ભણતા નથી, અને જે સારું ભણે છે તે ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા કે ઈન્ડિયા ભણવા જાય છે.” યુનિવર્સિટીના કેમ્પસમાં ઘણા વિદ્યાર્થીઓને સિગરેટ પીતાં જોઈ મેં કહ્યું, “આ સિગરેટનું વ્યસન દુનિયાની ઘણી યુનિવર્સિટીઓના કેમ્પસમાં પહોંચી ગયું છે.' શ્રી પટેલે કહ્યું, “અમારે ત્યાં સિગરેટ એ કોઈ મોટી વાત નથી. અમારી યુનિવર્સિટી તો એથી પણ આગળ વધેલી છે. અમારી યુનિવર્સિટીએ પોતે જ ચા-પાણીની કેન્ટીન સાથે દારૂનો બાર પણ ચાલુ કરેલો. વિદ્યાર્થીઓ અને અધ્યાપકો વર્ગમાંથી છૂટીને દારૂ પીએ, કેટલાક વિદ્યાર્થીઓ તો ઘેર આવી સીધા બારમાં દાખલ થાય. મિત્રો સાથે દારૂ પીધા કરે અને ત્યાંથી સીધા ઘેર પાછા જાય. અહીં દારૂના નશાના કારણે કેટલીક વખત વિદ્યાર્થીઓનાં જુદાં જુદાં જૂથની વચ્ચે મારામારીઓ પણ થઈ છે. યુનિવર્સિટીએ આ તોફાનોને કારણે હમણાં દારૂનો બાર બંધ કરી દીધો છે.” ' કહ્યું, ‘દુનિયાની ઘણી યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ ઘરે કે બહાર મદ્યપાન કરતા હોય છે. ત્યાં એ અસ્વાભાવિક કે અનૈતિક મનાતું નથી. અલબત્ત, યુનિવર્સિટીના કેમ્પસમાં યુનિવર્સિટી તરફથી દારૂનો બાર ચાલતો હોય એવું જવલ્લે જ જોવા મળે છે. ભારતમાં કાયદાથી દારૂબંધી કરવામાં આવી છે એવી વાત ઘણા વિદેશીઓને નવાઈ ભરેલી લાગે છે.” ૩૫૦ = પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy