SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ છે. પાર્કમાં પણ કેટલેક સ્થળે પક્ષીનો કલરવ થતો હતો. નાનાં નાનાં હરણો છૂટાં ફરતાં હતાં. પાર્કમાં ફરતાં ફરતાં અમે એક સ્થળે આવ્યા. ત્યાં એક નાનોસરખો પુલ બનાવવામાં આવ્યો હતો. નીચે ઊંડું પાણી હતું. એમાં ઘણી માછલીઓ દેખાતી હતી. કેટલાક છોકરાઓ પુલ ઉપરથી નીચે પાણીમાં માછલી માટે ખાવાનું ફેંકતા હતા. એ જોવામાં અમે તલ્લીન થયા. એવામાં સાકાયોરીએ કહ્યું, “ડૉ. શાહ, તમે અહીં ઊભા રહેશો, હું તરત જ આવું છું.” પાણીમાં ખાવાનો નાનો સરખો ટુકડો પડતાં ચારે બાજુથી એકસાથે ચાલીસ-પચાસ માછલી કેવી ધસે છે અને કોઈ એક નસીબદાર માછલી એ ટુકડો પોતાના મોઢામાં લઈ લે છે અને આથી ભાગી જાય છે, એ દૃશ્ય જોવા જેવું હોય છે. ખાવાનું મેળવનાર માછલી પાસેથી પડાવી લેવા કોઈ માછલી પાછળ પડતી નથી. માછલીમાં અંદર અંદર કોઈ મારામારી થતી નથી. નિષ્ફળ થયેલી માછલીઓ ફરી પાછી આમતેમ ઘૂમવા લાગે છે. આ દૃશ્ય જોવામાં હું મશગૂલ બની ગયો હતો. મને વિચાર આવ્યો કે ખાવાનો એક ટુકડો પાણીમાં પડતાં પચાસ કે સોમાંથી એકાદ માછલીને જ ખાવાનું મળે છે. પણ બીજી બાજુ આ માછલીને આખો દિવસ જ રોજેરોજ કેટલાય પ્રવાસી ખવરાવતા હોય છે, એટલે માછલીને ભૂખે મરવાનો પ્રશ્ન તો રહેતો જ નથી. જ્યાં આવું ખાવાનું ન મળતું હોય ત્યાં પણ માછલીઓ પાણીમાંથી પોતાનો આહાર મેળવી લે છે. વસ્તુત: અહીં તો વધુ પડતું ખાવાથી માછલી હૃષ્ટપુષ્ટ બનેલી દેખાતી હતી. (ભારતમાં ગંગા અને બીજી નદીમાં કે સરોવરોમાં એવાં કેટલાંય પવિત્ર સ્થળો છે કે જ્યાં માછલીને ખવડાવવાનો રિવાજ છે. ત્યાં આવી જ હૃષ્ટપુષ્ટ માછલીઓ જોવા મળશે.) એવામાં સાકાયોરી એક કાગળની કોથળીમાં કશુંક લાવ્યા. તેમના ચહેરા ઉપર પ્રસન્નતા હતી. મારા હાથમાં તે પડીકું મૂક્યું અને કહ્યું, “ડૉ. શાહ, આ તમારા માટે છે.” મેં કોથળીમાં જોઈને કહ્યું, “ઓહ ! માછલીઓ માટેનાં આ બિસ્કિટ છે. ચાલો, આપણે ખવડાવીએ' એમ કહીને આંગળી જેટલા જાડા અને વેંત જેટલા લાંબા ‘સ્ટિક'ના પ્રકારનાં એ બિસ્કિટના ટુકડા કરીને મેં માછલીને માટે નાખવા માંડ્યા. સાકાયરીએ કહ્યું, “ડૉ. શાહ, તમે મારી વાત સમજ્યા નહિ. આ બિસ્કિટ હું માછલી માટે નથી લાવ્યો, તમારા માટે લાવ્યો છું. માછલી માટેનાં આ ચોખાનાં બિસ્કિટ છે. શુદ્ધ શાકાહારી છે. એટલે તમે ખાઈ શકશો. તમે ગઈ કાલ સાંજથી કશું ખાધું નથી, એટલે મને તમારી બહુ ચિંતા થતી હતી, પણ સદ્ભાગ્યે આ ચોખાનાં બિસ્કિટ મળી ગયાં એટલે હું રાજી થઈ ગયો.” પક જ પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy