________________
૨૮
ખાર્ટમ (સુદાન)
આફ્રિકામાં ભૌગોલિક દૃષ્ટિએ મોટામાં મોટા રાષ્ટ્ર સુદાનના પાટનગર ખાદ્ગમ (Khartoom)નું નામ તો બીજા વિશ્વયુદ્ધ વખતે ૧૯૪૪૪૫માં સાંભળ્યું હતું, પરંતુ તે કાયમને માટે યાદ રહી ગયું છે. બીજી એક કરુણ ઘટનાની માહિતીને કારણે. ત્યારે અમારે કોલેજમાં આંગ્લ લેખક લિટન સ્ટ્રેચીનું એક પુસ્તક પાઠ્યપુસ્તક તરીકે ચાલતું હતું. એમાં જનરલ ચાર્લ્સ ગાર્ડનનું ચરિત્ર આપવામાં આવ્યું છે. મુંબઈની ઝેવિયર્સ કૉલેજમાં ત્યારે અમારા અંગ્રેજી વિષયના પ્રાધ્યાપક પ્રો. પિન્ટો જનરલ ગોર્ડનનું જીવનચરિત્ર રસપૂર્વક સમજાવતા. એમાં છેલ્લે જનરલ ગોર્ડનના જીવનના કરુણ અંતનો ચિતાર આપવામાં આવ્યો છે. ખાટુંમના પાદરમાં જનરલ ગોર્ડનનું શબ એક ઝાડની ડાળ પર કેટલાક દિવસ સુધી લટકતું રહ્યું હતું. એ ઘટનાનું તાદૃશ ચિત્ર ત્યારથી સ્મૃતિપટ પર અંકિત થઈ ગયું હતું. આઝાદી પહેલાંના એ અમારા દિવસોમાં ગોરા બ્રિટિશ લોકોનું પ્રભુત્વ હતું. ગોરા લોકોએ, ખાસ કરીને અમેરિકામાં કેટલાયે કાળા ગુલામોને લટકાવીને બાળી નાખ્યા (Lynch) છે, પરંતુ કાળા લોકોએ એક ગોરા જનરલને આ રીતે ઝાડ પર લટકાવ્યા હોય એવી બીજી કોઈ ઘટના બની હોય એવું સાંભળ્યું નથી. એટલે જ ખાટુંમનું નામ યાદ રહી ગયું છે.
બીજા વિશ્વયુદ્ધ પહેલાં ભારતની જેમ ઇજિપ્ત ઉપર બ્રિટનનું પ્રભુત્વ હતું. ભારતની જેમ ઇજિપ્તમાં લશ્કરી વડા અધિકારીઓ અંગ્રેજો રહેતા.
૨૦૪ પ્રવાસ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org