SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ તરીકે ઓળખાય છે, પણ હેમ્બર્ગનો આ સૌથી વધુ અપવિત્ર વિસ્તાર છે. તમે રસ્તાની બંને બાજુ નજર કરો એટલે ખાતરી થશે !” સેંટ પૌલી વિસ્તારના રીપરબહાન નામના ધોરી રસ્તાની બંને બાજુ નજ૨ કરતાં થોડે થોડે અંતરે આવતી દુકાનો ઉપર નગ્ન સ્ત્રીઓનાં મોટાં મોટાં પોસ્ટરો લગાવેલાં નજરે પડ્યાં. વળી દુકાનોની બહાર સંખ્યાબંધ રંગીન શૃંગારી ફોટાઓ કાચના કબાટમાં લટકાવેલા દેખાતા હતા. SexKinoનાં, Pornoનાં Live-Showનાં સાઇનબોર્ડ દુકાનો ઉપર મોટા અક્ષરે લખેલાં વંચાતાં હતાં. અમારી ગાઇડે કહ્યું, “હેમ્બર્ગનો આ વિસ્તાર દુનિયાના આવા વિસ્તારોમાં સૌથી મોટો છે. હેમ્બર્ગ યુરોપનું એક મોટું અને જૂનું બંદર છે. રોજ હજારો ખલાસીઓની અવરજવર અહીં થાય છે અને જ્યાં ખલાસીઓની અવરજવર બહુ હોય ત્યાં આવા વિસ્તારો પણ સ્વાભાવિક રીતે હોય. ડૉક પાસે આ વિસ્તાર સૈકાઓ પહેલાં ચાલુ થયેલો. વખતોવખત એને આધુનિક રૂપ અપાતું ગયું છે. અહીંનો વેશ્યાવાડો આખી દુનિયામાં સૌથી વધુ અદ્યતન અને ફેશનેબલ છે. એ જોવા રોજ હજારો પ્રવાસીઓ અહીં આવે છે.' વળી એણે કહ્યું, “આ વિસ્તાર નામચીન છે. રાતના એકલદોકલા ફરનાર પ્રવાસી અહીં લૂંટાઈ જાય છે. અહીં ફસાવવાના ધંધા પુષ્કળ ચાલે છે. અહીં નાઇટક્લબમાં જતાં બહુ સાવધ રહેજો. જર્મન છોકરીઓ બહુ જબરી અને આક્રમક સ્વભાવની હોય છે. તેઓ એસ્કોર્ટ તરીકે નાઇટક્લબમાં તમારી સાથે આવે તો તમારા ખર્ચે પુષ્કળ ડ્રિક્સ પી લે છે. એના ભાવ પણ વધારે હોય છે અને બિલ બનાવવાની બાબતમાં નાઇટક્લબમાં વેઇટરોની સ્મરણશક્તિ ઇરાદાપૂર્વક બહુ સારી હોતી નથી, એટલે ધાર્યા કરતાં બિલ બહુ મોટું આવે છે. ક્લબમાં જનાર એકલદોકલ પ્રવાસીનું ખીસું જ્યાં સુધી પૂરેપૂરું ખંખેરવામાં ન આવે ત્યાં સુધી તેને બહાર નીકળવા તું નથી. કેટલીક ક્લબોમાં બહાર વસ્ત્રવિહીન યુવતીઓના આકર્ષક ફોટા મૂકવામાં આવ્યા હોય છે, પણ પ્રવેશ ફી આપીને તમે અંદર દાખલ થાવ ત્યારે ત્યાં નૃત્ય કરનાર નગ્ન યુવતીઓ નથી હોતી, ગુંડાઓ હોય છે જે તમને મારીને તમારું બધું પડાવી લે છે. અલબત્ત, આનો અર્થ એ નથી કે અહીંની બધી જ નાઇટક્લબો ખરાબ છે. કેટલીક ઘણી સારી પણ છે અને જોવા જેવી છે. તમે બધાં જ ગ્રુપ-બુકિંગ કરાવો તો મારે જ્યાં ઓળખાણ છે તે ક્લબમાં તમને પ્રવેશ-ફીમાં ડિસ્કાઉન્ટ અપાવી શકીશ. ત્યાં સિત્તેર માર્ક (જર્મન ચલણ) લે છે, પણ આપણી પાસેથી વ્યક્તિ દીઠ ૧૩૨ = પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy