SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ પચાસ માર્ક લેશે અને એક ડ્રિન્ક મફત આપશે. હું પોતે તમારી સાથે આવીશ અને તમને કંઈ તકલીફ ન પડે તે હું જઈશ. તમારી ઇચ્છા હોય તો નકકી કરજો. હું રાત્રે આઠ વાગે તમારા ફોનની રાહ જોઈશ. જેમને આવવું હોય તે પહેલાં વાળુ કરી લે. હોટેલથી આપણે ચાલતાં જઈશું, ફક્ત આઠ-દસ મિનિટનો રસ્તો છે.” સેંટ પૌલી અને નાઇટક્લબોની વાત આવી એટલે અમારામાં ખળભળાટ મચી ગયો. બસમાંથી ઊતરી હોટેલના લોન્જમાં અમે બેઠાં ત્યારે પણ માંહોમાંહે આ જ ચર્ચા ચાલી. અમારા ગ્રુપનાં બધાં જ સ્ત્રીપુરુષો લગભગ પચાસની ઉપરની ઉંમરનાં હતાં. કેટલાક પુરુષો એકલા હતા, કેટલાક સજોડે હતા અને કેટલીક મહિલાઓ એકલી હતી. એકલા પુરુષોમાંથી છ-સાત પુરુષોએ તરત જ બેધડક પોતાનો નિર્ણય જાહેર કરી દીધો : “તમે ગમે તે ચર્ચા કરો, અમે તો નાઇટક્લબમાં જવાના એટલે જવાના.” સજોડે આવેલા કેટલાક પુરુષોને જવાની ઇચ્છા હતી, પરંતુ તેઓ ઝટ પોતાની ઇચ્છા વ્યક્ત કરતા નહોતા. કેટલીક મહિલાઓએ પોતાના પતિને કહી દીધું : “ખબરદાર છે, જો તમે નાઇટક્લબમાં ગયા તો !” મેં મારા નિયમ અનુસાર મારો મત બધાંને સ્પષ્ટ જણાવી દીધો : મને આ કાર્યક્રમમાં રસ નથી. હું તેમાં આવવાનો નથી, માટે તમારા ગ્રુપમાં મારું નામ નોંધશો નહિ.' મદ્રાસથી આવેલી મહિલા ડૉક્ટરે ઊંચા સ્વરે બધાંને સંબોધીને કહ્યું, પણ આ કાર્યક્રમમાં આપણે બધાંએ જવાની જરૂર શી છે ? આપણે બધાં મોટી ઉંમરનાં છીએ અને કેટલાંકને તો છોકરાંને ઘરે છોકરાં છે. આપણે બધાંએ ભારતનું નામ બગાડવું છે ? આપણી ભારતીય સંસ્કૃતિનો તો જરા વિચાર કરો.' બીજી એકલી આવેલી એક મહિલા શિક્ષિકાએ મને વિનંતી કરતાં કહ્યું, “ડૉ. શાહ, તમે પ્રોફેસર છો; તમે બધાંને સમજાવો ને કે આ કાર્યક્રમમાં આપણે કોઈએ જવાની જરૂર નથી.” પછી એણે પોતે જ બધાની સામે ફરીને મોટેથી કહ્યું, “આપણે બધાં અત્યારે જ નક્કી કરીએ કે કોઈએ નાઇટક્લબમાં જવાનું નથી. આપણે આપણા ભારતની અને આપણી સંસ્કૃતિની સારી છાપ પાડવા આવ્યાં છીએ કે ખરાબ ? અમારા જેવી એકલી આવેલી મહિલા નાઇટક્લબમાં આવે તો કેવી સ્થિતિ થાય એનો તો જરા વિચાર કરો.” બીજી એક મહિલાએ એમાં સાદ પુરાવ્યો. પોતાના પતિ સાથે આવેલી સેંટ પૌલી - ૧૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy