SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલીક મહિલાઓએ આ વાતને ઝીલી લીધી અને કોઈએ જવાનું નથી એવો પ્રબળ સૂર પ્રવર્તાવ્યો. સજોડે આપેલા પુરુષો તો બિચારા ચૂપ હતા. કેટલાકનો આગ્રહ હતો એટલે મેં પણ થોડાકને સમજાવ્યા અને મહિલાઓને મેં કહ્યું કે “તમે મક્કમ રહેશો તો આ બાબતમાં સફળ થશો.' અમે ડાઇનિંગ હૉલમાં જમવા ગયાં. અમારા ટુર-કન્ડક્ટરે દરેક ટેબલ પર ફરીને બધાનો છેવટનો જવાબ માગી લીધો. પેલા છસાત એકલા આવેલા પુરુષો સિવાય બધાંની ના આવી. એ પુરુષોએ કહ્યું કે પોતે એકલા પોતાની મેળે કોઈ પણ નાઇટક્લબમાં ચાલ્યા જશે, માટે ગાઇડ યુવતીને ટેલિફોન કરીને જણાવવાની કોઈ જરૂર નથી. જમીને અમે સૌ પોતપોતાની રૂમમાં ચાલ્યાં ગયાં. આખા દિવસના પ્રવાસનો થાક લાગ્યો હતો એટલે હું તો વહેલો ઊંઘી ગયો. બીજે દિવસે સવારે નાસ્તા માટે ડાઇનિંગ હોલમાં અમે પહોંચ્યાં ત્યારે નાઇટક્લબની જ ચર્ચા ચાલતી હતી. મેં બાજુમાં બેઠેલા ભાઈઓને પૂછ્યું, હજુ પણ એ જ ચર્ચા ચાલે છે ?' ત્યાં એક મિત્રે કહ્યું, “આ તો ગઈ કાલે રાત્રે અમને બધાને નાઇટક્લબનો જે અનુભવ થયો તેની વાત અમે કરીએ છીએ.' મને બનાવતા તો નથી ને ?' મેં પૂછ્યું. ‘ના; સાચી વાત છે. આપણે બધાં જમીને પોતપોતાની રૂમમાં ગયાં. દરમિયાન આપણા ફોનની રાહ જોયા પછી આપણી જર્મન ગાઇડ યુવતી પોતે જ હોટેલમાં આવી પહોંચી. એક પછી એક બધાંનો ફોનથી સંપર્ક કરી લોન્જમાં બોલાવી, સમજાવી, એણે ઘણાંબધાંને એકઠાં કર્યા. સજોડે આવેલાં પતિ-પત્નીને પણ તેણે આગ્રહ કરીને સાધી લીધાં.' “અને ભારતીય સંસ્કૃતિવાળાં પેલાં લેડી ડૉક્ટર અને શિક્ષિકા ?' કુતૂહલથી મેં પૂછ્યું. “હા, એ બધાં પણ અમારી સાથે જોડાયાં. બધાંમાં મોખરે એ હતાં. જર્મન ગાઇડે સૌથી પહેલાં એમને જ સાધ્યાં. તમારો અને તમારા જેવા બીજા ત્રણ જણનો અમે જાણીજોઈને સંપર્ક ન કર્યો, કારણ કે એથી અમારી વાત બગડે એવો ભય હતો. વળી અમે જાણતાં હતાં કે તમે તો કોઈ પણ સંજોગોમાં અમારી સાથે આવવાના જ નથી.' પેલાં ડૉકટ૨ મહિલા બચાવપૂર્વક કોઈકને કહેતાં હતાં કે “આપણે તો માત્ર કુતૂહલથી જોવા ગયાં હતાં. આપણે તો છોકરાંને ઘરે છોકરાં છે. આપણે કંઈ થોડા જુવાનિયાની જેમ કામવાસનાથી જોવા ગયાં હતાં ? ૧૩૪ ૪ પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy