SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ સેંટ પીલી (જર્મની) ડેન્માર્કના કૉપનહેગનથી અમે જર્મનીમાં હેમ્બર્ગ પહોંચ્યાં. અમે લગભગ પાંત્રીસેક ભારતીય પ્રવાસીઓ હતાં. અમારામાંનાં કેટલાંક પંજાબનાં, કેટલાંક બંગાળનાં અને કેટલાંક દક્ષિણ ભારતનાં હતાં. ગુજરાતીઓ અમે ચારેક હતાં. અમારામાંનાં દક્ષિણ ભારતનાં પ્રવાસીઓ સૌથી વધુ શ્રીમંત હતાં. હેમ્બર્ગ અમારું વિમાન નિર્ધારિત સમય કરતાં મોડું પહોંચ્યું હતું. પરિણામે હેમ્બર્ગમાં અમને શહેરદર્શન માટે લઈ જનારી જર્મન ગાઈડ યુવતીને બે કલાક અમારી “હોટેલ એલ્ટોનામાં બેસી રહેવું પડ્યું હતું. અમે હોટેલમાં પહોંચ્યાં ત્યાં લન્ચનો સમય થઈ ગયો હતો, પરંતુ અમારામાંનાં ઘણાંખરાંએ એવું સૂચન કર્યું કે જો ફક્ત ચા-કૉફી લઈને આપણે તરત બસમાં બેસી જઈએ તો વધુ સમય ન બગડે અને નગરદર્શન માટે આપણને નિરાંત રહે. પરંતુ દક્ષિણ ભારતીય શ્રીમંત સ્ત્રી-પુરુષોએ લગ્ન લેવાનો આગ્રહ રાખ્યો, એટલે અમારે બીજા બે કલાક થોભવું પડ્યું. પરિણામે અમારો નગરદર્શનનો કાર્યક્રમ બે દિવસમાં વહેંચાઈ ગયો. - અમારી બસ નગરદર્શન માટે ઊપડી. શહેરનાં મ્યુઝિયમ, યુનિવર્સિટી, ડૉક વગેરે કેટલાંક સ્થળો બતાવીને અમારી બસ હેમ્બર્ગના સેંટ પૌલી નામના મશહૂર વિસ્તારમાંથી પસાર થવા લાગી. અમારી ગાઇડે કહ્યું, “સંત પૉલ નામના સંત મહાત્માના પવિત્ર નામથી આ વિસ્તાર “સેંટ પોલી’ સેંટ પૌલી * ૧૩૧ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy