SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ગાડીમાંથી ઊતરીને રસ્તા પર ટહેલતા હતા એ પરથી લાગ્યું કે ગાડીઓ જલદી ચાલી શકે એમ નહિ હોય. અમે પણ ગાડીમાંથી ઊતર્યા. અન્ય પ્રવાસીઓ સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે વળાંકવાળા સાંકડા રસ્તા પર બે ગાડીઓ સામસામી ભટકાતાં મોટો અકસ્માત થયો છે. ટ્રાફિક ચાલુ થતાં ત્રણેક કલાક નીકળી જશે. હવે ફરજિયાત આરામ કરવા સિવાય છૂટકો નહોતો. પર્વતના સાંકડા રસ્તા પર અકસ્માત થાય અને ગાડીઓની હાર બેત્રણ માઈલ જેટલી થઈ જાય તો પોલીસની ગાડી ત્યાં પહોંચે કેવી રીતે ? પણ અકસ્માતની જાણ થતાં ટ્રાફિક પોલીસ હેલિકોપ્ટરમાં આવી પહોંચી. અકસ્માતમાં ચાર માણસ ઘાયલ થયા હતા. બંને ગાડી ચલાવનારને ગંભીર ઈજા થઈ હતી. પહેલાં ફેરામાં તેઓને નીચે હૉસ્પિટલમાં લઈ જવાયા અને બીજા ફેરામાં બીજા બેને. ત્યાર પછી ભાંગેલી ગાડીઓને એક બાજુ ખસેડીને એક ગાડી જઈ શકે એટલો રસ્તો કરવામાં આવ્યો. બંને બાજુ વારાફરતી થોડી થોડી ગાડીઓ છોડવામાં આવી. સાંજ પડી ગઈ હતી અને ઉજાસ ઓછો થઈ ગયો હતો. અકસ્માતના સ્થળ આગળથી અમારી ગાડી પસાર થઈ. ભયંકર અકસ્માત હતો. ગંભીર રીતે ઘવાયેલા બચશે કે કેમ એ વિશે શંકા હતી. ધાર્યા કરતાં અમને હોટેલ પર પાછા ફરતાં ચાર કલાકનો વિલંબ થઈ ગયો. અદ્યતન સાધનોવાળો દેશ એટલે સમય ઓછો બગડ્યો. અમને થયું કે સારું કર્યું કે પહેલાં ટાયોગા પહોંચ્યા. રસ્તામાં સમય બગાડ્યો હોત તો ટાયોગા ઘાટ જોવાનો રહી જાત. વળતે દિવસે યોસેમિટીના અનુભવોની વાતો કરતાં કરતાં અમે કુપરટિનો પાછા ફર્યા. યોસેમિટીનો પ્રવાસ અમારે માટે એક યાદગાર પ્રવાસ બની રહ્યો. (પારસપોર્ટની પાંખે-૨ : ઉત્તરાલેખન) યોસેમિટી * ૨૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy