________________
૩૩ સિકોયાની શિખામણ
(યુ. એસ. એ.)
દુનિયાનું વિદ્યમાન મોટામાં મોટું – ભીમકાય વૃક્ષ કર્યું
જેને “જનરલ શરમન” એવું નામ અપાયું છે તે સિકોયા (Sequoia) વૃક્ષ. (સિકોયા શબ્દ “સિકયા”, “સેકયા', “સેકોઈયા' તરીકે પણ ઉચ્ચારાય
ધરતી પર દીર્ધાયુષ્ય ભોગવનારાં વૃક્ષોમાં પણ સિકોયાની ગણના થાય છે. આપણાં વડ, પીપળો, લીમડો, આંબો વગેરે બસો-ત્રણસો વર્ષ જૂનાં હોઈ શકે. કેટલાંક વૃક્ષો હજારેક વર્ષ સુધી અસ્તિત્વ ટકાવી શકે છે. સિકોયા ત્રણ હજારથી વધુ વર્ષ જીવી શકે છે. અમેરિકાનું ‘બ્રિસલ કોન પાઈન' વૃક્ષ ચાર હજાર કરતાં વધુ વર્ષથી અડીખમ ઊભું છે.
“જનરલ શરમન (Sherman - શેરમાન ઉચ્ચાર પણ થાય છે) વૃક્ષ હેવી વેઈટ તો છે જ, પણ સિકોયામાં તે “સિનિયર મોસ્ટ' પણ છે. ત્રણ હજાર વર્ષ તો તે ક્યારનુંય વટાવી ચૂક્યું છે.
સિકોયા અમેરિકામાં કેલિફોર્નિયા અને નેવાડા રાજ્યમાં પાંચથી સાત હજાર ફૂટની ઊંચાઈએ ઊગનારું વૃક્ષ છે. ત્યાંના “યોસેમિટી', “સિકોયા પાર્ક' વગેરેમાં આવાં બૃહદકાય સિકોયા સંખ્યાબંધ જોવા મળે છે.
અમેરિકાની મારી એક મુલાકાત દરમિયાન ત્યાં રહેતાં મારાં પૌત્રપૌત્રી અર્ચિત અને અચિરાએ એક દિવસ મારી સમક્ષ પ્રસ્તાવ મૂક્યો : દાદાજી ! આપણે આવતા શનિ-રવિ “સિકોયા પાર્ક' જઈશું? અમારા ટીચરે
૨૪૪ ૪ પ્રવાસ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org