SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રદક્ષિણા કરી કે જેથી એનું બધી બાજુથી બરાબર દર્શન થાય. ત્યાર પછી લગભગ દસ હજાર ફૂટની ઊંચાઈએ બરફના એક વિશાળ સપાટ વિસ્તારમાં એણે ઉતરાણ કર્યું. હેલિકૉપ્ટરમાં માઉન્ટ કૂકના શિખર પરના બરફમાં પહોંચવું એ પણ એક રોમાંચક ક્વચિત્ પરમતત્ત્વની ઝાંખી કરાવનાર અનુભવ છે. અહીં બરફમાં ચાલવા અને ફોટા પાડવા દસેક મિનિટ અમને આપી હતી. હેલિકોપ્ટરમાંથી હું ઊતર્યો. મારાં પત્ની ન ઊતર્યા, કારણ કે બરપમાં ચાલવાનું એમને ફાવે એમ ન હતું. પોચા પોચા બરફમાં મારા પગ ખેંચી જતા હતા. એટલે સમતોલપણું સાચવીને ફરવાનું હતું. વળી બરફમાં લપસી પડવાનો ભય પણ રહે. ઠંડા પ્રદેશોમાં કેટલાય લોકોને બરફમાં ચાલવાનો નિયમિત અનુભવ હોય છે. અમારામાંના કેટલાયને જિંદગીમાં પહેલી વાર આવો બરફ જોવાનો અને એમાં ચાલવાનો પ્રસંગ હતો. પર્વતની ઊંચાઈ, ઊંચાઈની પાતળી હવા, બરફમાં ચાલવાનું, સખત ઠંડી - આ બધાંને કારણે કેટલાકને થતું કે ઝટ નીચે સલામત સ્થળે પહોંચી જઈએ તો સારું. માઉન્ટ કૂકનાં દર્શન-આરોહણ પછી અમે સૌ પાછા ફર્યા. હિમાચ્છાદિત શિખરોની હારમાળાનું ભવ્ય દશ્ય બસમાંથી સતત નિહાળવા મળતું હતું. રસ્તામાં ટેકાપો (Tekapo) નામનું સરોવર જોવા મળ્યું. આછા મોરપિચ્છ જેવો એના પાણીનો અનોખો રંગ જિંદગીમાં અન્યત્ર ક્યાંય જોવા મળ્યો નથી. સૂકાં મેદાનો વચ્ચે આ લંબવર્તુળ સરોવર જાણે ધરતીમાતાએ ઓપલ મઢેલું ઘરેણું પહેર્યું હોય એવું લાગતું હતું. આ સરોવરના કિનારે એક ઉદ્યાનમાં ભોજન માટે મુકામ કર્યા પછી, બસમાં કેન્ટરબરીનાં મેદાનો પસાર કરીને રાત્રે અમે ક્રાઇસ્ટચર્ચની હોટેલમાં આવી પહોંચ્યા. આખા દિવસના પ્રવાસના થાકે અમને ત્વરિત નિદ્રાધીન કરી દીધા. (પાસપોર્ટની પાંખે-૩) ૩૪૬ : પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy