SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ બરફને ક્યારેય ઓગળવાનો અવસર સાંપડ્યો નથી. સાંજ પડતાં અમારી સ્ટીમર બંદરે પાછી ફરી. શાન્ત, રમ્ય સાઉન્ડમાં જલવિહા૨નો અમારો અનુભવ સ્મરણીય બની રહ્યો. બસમાં બેસી, હોમર ટનલ પસાર કરી અમે અમારી હોટેલ પર આવી ગયા. દરમિયાન અમારા બીજા ગ્રુપના સભ્યો પણ ક્વીન્સ ટાઉનમાં ‘બન્જી જંપિંગ’ કરીને આવી ગયા. ભોજનવેળાએ સૌએ પોતપોતાના અનુભવોની વાતો કરી. મિલ્ફર્ડ સાઉન્ડનાં એટલાં બધાં વખાણ થયાં કે તેઓમાંના કેટલાકને થયું કે બન્જી જંપિંગ ન કર્યું હોત તો સારું. બન્જી જંપિંગના બદલામાં તેમણે મિલ્ફર્ડ સાઉન્ડ ગુમાવ્યું. તેમણે પોતાનો નિરાશાજનક કચવાટ આયોજકો આગળ વ્યક્ત કર્યો. બીજે દિવસે સવારે આયોજકોએ પોતાનો નિર્ણય જાહેર કર્યો, ‘આજે આપણે મિલ્ફર્ડ સાઉન્ડ ફરીથી જઈએ છીએ. આપણી પાસે સમય છે. અલબત્ત, હવે માઉન્ટ કૂક માટે આવતી કાલે વહેલી સવારે પ્રયાણ કરવું પડશે.’ મિલ્ફર્ડ સાઉન્ડનો નિર્ણય જાહેર થતાં બધામાં આનંદ પ્રસરી ગયો. હોટેલથી નીકળી હોમર ટનલ પસાર કરી, બંદરે પહોંચી, સ્ટીમરમાં બેસી ગયા. જેઓ જઈ આવ્યા હતા તેઓ બાકીનાને માટે અડધા ગાઇડ બની જવાના ઉત્સાહમાં હતા. બીજી વારનો અમારો પ્રવાસ એવો જ હર્ષોલ્લાસયુક્ત રહ્યો. વિશેષમાં અમને પાણીમાં છલાંગો મારતી બે ડોલ્ફિનનો મહાસાગર સુધી સાથ મળ્યો. વળતાં ‘સીલ ખડક' પર એકબીજા પર માથું રાખીને ઘસઘસાટ ઊંઘતા આઠનવ સીલ જોવા મળ્યાં. કોઈકે મજાકમાં ઉચ્ચારેલી ભવિષ્યવાણી આટલી બધી વહેલી સાચી પડશે એવું ધાર્યું નહોતું. બીજે દિવસે સવારે અમે માઉન્ટ કૂક જોવા ઊપડ્યા. ન્યૂઝીલૅન્ડનો આ ઊંચામાં ઊંચો હિમાચ્છાદિત પર્વત છે. એની ઊંચાઈ ૧૨,૩૪૯ ફૂટ છે. ન્યૂઝીલૅન્ડની હિમાચ્છાદિત પર્વતમાળાને જૂના વખતમાં અંગ્રેજોએ ‘દક્ષિણ આલ્પ્સ' એવું નામ આપ્યું હતું. માઉન્ટ કૂકનું નામ ન્યૂઝીલૅન્ડની શોધસફર કરનાર જેમ્સ ફૂંકના નામ પરથી અપાયું છે. અમે માઉન્ટ કૂક પાસે પહોંચ્યા. અહીં કેટલાક આરોહકો સરંજામ સાથે આવી, તંબુમાં મુકામ કરી ઠેઠ શિખર સુધી બરફમાં પહોંચે છે. કેટલાક અમુક ઊંચાઈ સુધી પગે ચઢીને પાછા ફરે છે. કેટલાક પ્રવાસીઓ મોટ૨બસમાં આસપાસ ચક્કર લગાવે છે. હેલિકૉપ્ટરમાં કે નાના વિમાનમાં જેઓને ઉપર જવું હોય તો તે માટે પણ વ્યવસ્થા છે. અમે કેટલાકે હેલિકૉપ્ટરમાં જવાનું પસંદ કર્યું. પ્રવાસન-કેન્દ્ર પાસેથી ઊપડતાં લાલ-ભૂરા રંગનાં, મહાકાય પક્ષી જેવાં હેલિકૉપ્ટરમાં અમે ઊડ્યા. હેલિકૉપ્ટરે ધીરે ધીરે પર્વતની આસપાસ મલ્ફર્ડ સાઉન્ડ અને માઉન્ટ કૂક * ૩૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy