SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ નવા વર્ષની ભેટ (ફિજી) મારા મિત્ર શ્રી મહેન્દ્રભાઈ જી. મહેતાની ભલામણથી હું ફિજીના પાટનગર સુવામાં ત્યાંના ઝવેરાતના વેપારી જોગિયા જવેલર્સ' નામની પેઢીના માલિક શ્રી કાનજીભાઈ જોગિયાને ત્યાં ઊતર્યો હતો. સુવા દક્ષિણ પેસિફિક મહાસાગરમાં આવેલું, સમુદ્રતટથી શોભતું, નાનું પણ રળિયામણું નગર છે. કાનજીભાઈની સાથે સુવા અને તેની આસપાસના પ્રદેશમાં હું ફર્યો. ત્યાર પછી સુવાની પાસે ઉલ્લૂ ટાપુ ઉપરના કોરલ રીફ (Coral Reef- સમુદ્રમાં છીછરાં પાણી નીચે ખડકો ઉપર જામેલાં વિવિધ પ્રકારનાં પરવાળાં) જોવા જવાનો કાર્યક્રમ અમે વિચાર્યો. કાનજીભાઈના ઘરથી લગભગ એક કિલોમીટરના અંતરે સમુદ્રકિનારેથી ઉલ્લુ ટાપુના પ્રવાસ માટેની સ્ટીમ-લૉચ રોજ સવારે ઊપડે છે. અમે સવારે નવ વાગે ઘરેથી નીકળ્યા, પરંતુ નિયત સમય કરતાં બે-ત્રણ મિનિટ મોડા પહોંચ્યા. સ્ટીમ–લોંચે ત્યારે લંગર ઉપાડી લીધું હતું, એટલે અમારે ઉલ્લૂનો કાર્યક્રમ બીજા દિવસ ઉપર રાખવો પડ્યો. કાનજીભાઈએ કહ્યું, “ઉલ્લુ હવે આવતી કાલે જઈશું; આજે ચાલો, તમને એસ.પી.યુ. બતાવું.' એસ.પી.યુ. એટલે ?' મેં પૂછ્યું. એટલે સાઉથ પેસિફિક યુનિવર્સિટી. ફિજીમાં ફક્ત આ એક જ યુનિવર્સિટી છે અને તે એસ.પી.યુ ના ટૂંકા નામથી જ વધારે જાણીતી છે.” નવા વર્ષની ભેટ - ૩૪૭. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy