SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ તે ઉઝબેક અને તાજિક પ્રજા વચ્ચે મૈત્રીની ભાવનાના પ્રતીક રૂપ એ બંને પ્રજાના બે કવિઓના મિલનની છે. સમરકંદમાં આ ઉપરાંત સુપાન-આટા, સખી-ઝિંદા વગેરે બીજાં કેટલાંક સ્મારકો પણ અમે ઝીણવટપૂર્વક નિહાળ્યા. તે દરેકનો ભિન્ન ભિન્ન ઇતિહાસ છે. સમરકંદની ધરતી અઢી-ત્રણ હજાર વર્ષના ઇતિહાસથી ધબકે છે. દુનિયાની પ્રાચીન નગરીઓમાં સમરકંદનું પણ આગવું સ્થાન છે. ઉઝબેકિસ્તાન સોવિયેટ યુનિયનમાં જોડાયું એથી એને ઘણો લાભ થયો છે. એથી ખેતીપ્રધાન ગરીબ પ્રજાની આર્થિક સ્થિતિ સુધરી છે, શિક્ષણના ક્ષેત્રે વ્યવસ્થા સુદઢ થઈ છે. ઉદ્યોગો સ્થપાયા છે અને પ્રજાવિકાસનાં મહત્ત્વનાં કાર્યો થયાં છે. પરંતુ મારી દૃષ્ટિએ સૌથી મહત્ત્વનું એક કાર્ય થયું તે પ્રાચીન અવશેષોની જાળવણીનું છે. સોવિયેટ યુનિયનની સ્થાપના પૂર્વે ઘણી ઇમારતો જર્જરિત થઈ ગઈ હતી. કેટલીક તો ખંડિયેર બની ચૂકી હતી. ઉઝબેકિસ્તાનની સરકાર પાસે તેની મરામત માટે ત્યારે નાણાં, સાધનો, આવડત કે દૃષ્ટિ નહોતાં. લેનિને સત્તા પર આવતાંની સાથે ઐતિહાસિક ઇમારતોની દેખભાળ અને સુરક્ષા માટે આદેશો આપી દીધા. એથી સમરકંદમાં વાંકા થઈ ગયેલા અને પડું પડું થઈ રહેલા કેટલાક મિનારાઓને સીધા અને સ્થિર કરી લેવામાં આવ્યા. કેટલીક ઇમારતોમાં સ્તંભો, ઘુમટો, મિનારાઓ, પ્રવેશદ્વારો વગેરેમાં જ્યાં પથ્થરો ખવાઈ ગયા હતા તેને સરખા કરી લેવામાં આવ્યા. જ્યાં જરૂર લાગી ત્યાં ટેકા મૂકવામાં આવ્યા. ભગ્નાવશેષો કાળજીના અભાવે વધુ ભગ્ન થતા હતા તેને અટકાવવામાં આવ્યા. રંગ પૂરવામાં આવ્યા. તૂટેલી લાદીઓ કાઢીને નવી બેસાડવામાં આવી. ડિઝાઇનો સરખી કરવામાં આવી અને એ રીતે આ સ્મારકોને જોવાલાયક બનાવવામાં આવ્યાં. અમે આ બધી પ્રાચીન ઇમારતો નિહાળી રહ્યા હતા તે વખતે કેટલીક સ્થાનિક મહિલાઓ ત્યાં આવી પહોંચી હતી. અમારાથી થોડું અંતર રાખીને તેઓ પાછળ પાછળ ચાલી રહી હતી. વિદેશી પ્રવાસીઓને નિહાળવાના કૌતુકથી કેટલીક વાર સ્થાનિક લોકો વીંટળાય એવા પ્રસંગો દુનિયામાં ઘણે સ્થળે બને છે. પરંતુ આ મહિલાઓના ચહેરા પર કૌતુકનો નહિ પણ દીનતાનો ભાવ હતો. કેટલીકે નાનું બાળક પણ તેડ્યું હતું. ભીખ માગવાનો તેમનો આશય હોય એમ જણાતું હતું. છતાં કોઈએ હાથ લાંબો ર્યો નહોતો. સોવિયેટ યુનિયનમાં ત્યારે ભીખ માગવા ઉપર અને ભીખ આપવા ઉપર કડક પ્રતિબંધ હતો. અમારા ગાઈડ શાખોબે કહ્યું, ‘અહીં કેટલીક ૯૮ ૯ પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy