SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ છે. પ્રસંગોપાત તેમાં હળવો નિર્દોષ વિનોદ પણ હોય છે; પરંતુ ક્યાંય અનાવશ્યક લાગે તેવું આલેખન કે આયાસજન્ય ચિંતન કળાતાં નથી; કશું કૃતક કે કુત્સિત જોવા મળતું નથી. પ્રાકૃતિક દૃશ્યો, વિચિત્ર ઘટનાઓ યા મળેલ વ્યક્તિઓના નિરૂપણમાં કોઈવાર નિષ્કર્ષ રૂપે લેખકીય ટીકા- ટિપ્પણચિંતન રજૂ થયાં છે. પરંતુ તે ચિંતનના ભારથી કે ટીકા-ટિપ્પણની કટુતાથી સર્વથા મુક્ત રહ્યાં છે. સમગ્ર નિરૂપણમાં સ્વસ્થતા, નિખાલસતા, મધુરતા, હળવાશ, સ્વાભાવિકતાનો સાદંત અનુભવ થાય છે. નિરૂપણ પ્રવાસ પછી અમુક સમયાંતરે થયું છે. મહદંશે તે સંસ્મરણજન્ય છે. તેમાં પ્રવાસ દરમિયાન જોવા મળેલાં સ્થળ-કાળ-ઘટના-મનુષ્ય-કાર્ય વગેરે વિશે લેખક દ્વારા લેવાયેલી નોંધોનો અને સંવેદના- કલ્પના-ચિંતનસિક્ત સંસ્મરણો ઉભયનો વિનિયોગ થયો છે તેથી નિરૂપણ પ્રામાણિક અને શ્રદ્ધેય તેમજ સંવેદ્ય અને આસ્વાદ્ય બન્યું છે. ચિત્રાત્મક શૈલી અને નાટ્યાત્મક નિરૂપણ લલિત નિબંધ કે ટૂંકી વાર્તા વાંચ્યાની અનુભૂતિ કરાવે છે. સત્ય-શિવ-સુંદરનો તેમાં સરસ સુયોગ સધાયો છે. ભાવકને તે અવબોધ અને આસ્વાદ યુગપદ આપે છે. જગતના બધા ખંડોના ચુંવાલીસ જેટલા દેશો-પ્રદેશોનાં વિવિધ દર્શનીય સ્થળોનાં તેમાં મૂર્તિ, સુરેખ, પ્રસંગોપાત્ત રંગીન શબ્દચિત્રો આલેખાયાં છે. એશિયાનાં આરબ અમીરાત સ્થિત અબુધાબી, એશિયા-યુરોપના સંગમનું દ્યોતક તૂર્કીનું કોસ્ટૅટિનોપલ, ઈન્ડોનેશિયાનો ભવ્ય બૌદ્ધતૂપ બોરોબુદુર, હિન્દુવસ્તીપ્રધાન બાલી ટાપુ, જાપાનના તાકામસુ અને રિસૂરિન પાર્ક, મધ્ય એશિયાઈ દેશ ઉઝબેકિસ્તાનનાં પ્રાચીન નગર તાશ્કેદ અને સમરકંદ; યુરોપનાં એજિયન સમુદ્રના ટાપુઓ, ગ્રીસનું પુરાણું નગર કોરિન્થ, ગ્રેટ બ્રિટનનું રહસ્યમય સ્ટોનહેન્જ, નૉર્વેનું પાટનગર ઑસ્લો, ઉત્તરધ્રુવ વર્તુળમાં આવેલ બરફમંડિત નૉર્થકંપ, આઈસલેન્ડની રુદ્ર-રમ્ય પ્રકૃતિશોભા, યુક્રેનની રાજધાની કિએવ, ટોલ્સ્ટોયની જન્મભૂમિ યાસ્નાયા પોલિયાના; આફ્રિકાનાં ઈજિપ્ત અને નાઈલ નદી, સહરાનું રણ, સફેદ અને ભૂરી નાઈલ નદીઓના સંગમસ્થાને વસેલ સુદાનનું પાટનગર ખાટુંમ, મધ્ય આફ્રિકામાં સ્થિત અને ગુજરાતની યાદ અપાવતા નાનકડા દેશ બુરુન્ડીનું બુજુસ્કુરા, ઝિમ્બાબ્લેનો વિક્ટોરિયા ધોધ; ઉત્તર અમેરિકાનાં યુ.એસ.એ.નો આશ્ચર્યજનક રાષ્ટ્રિય ઉદ્યાન યોસેમિટી, ધૂતનગર લાસ વેગાસ, યુ.એસ.એ. અને કેનેડાની સીમા પરની મહાનદી સેન્ટ લૉરેન્સ વચ્ચે આવેલ સહસ દ્વીપ; દક્ષિણ અમેરિકાનાં પનામાં, પેરુ દેશનાં શૈલશિખર મચુ-પિછુ, બ્રાઝિલનાં નગર સાઓ પાઉલો અને સુઝાનો, આર્જેન્ટિના, ઑસ્ટ્રેલિયાનું સિડની, ન્યૂઝીલેન્ડનું રોટોરુઆ, ભારતીય મૂળના 22 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy