SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ લોકોથી સભર ફિજી ટાપુ વગેરેનાં શબ્દચિત્રો તેનાં ઉદાહરણ છે. તેમાં ઇશ્વરદત્ત સ્થાનિક પ્રકૃતિરૂપો અને માનવસર્જિત સંસ્કૃતિ બેઉનાં મનહર અને મનભર વર્ણન થયાં છે. આથમતા સૂર્યના પ્રકાશમાં ઝળહળતાં અબુધાબીના કાચના મકાનો (અબુધાબીની સાંજ), જાવા સ્થિત વિરાટ બુદ્ધસૂપનું અદ્ભુત શિલ્પ-સ્થાપત્ય (બોરીબંદર), સૌન્દર્યમંડિત ઉત્તુંગ મદ્રેસાઓથી ઓપતું સમરકંદ (સમરકંદ), ભવ્ય ભૂરી મસ્જિદ ધરાવતું તૂર્કીનગર ઈસ્તંબૂલ (ઈસ્તંબુલ-કૉસ્ટેન્ટિનોપલ), જળશિકરોથી “ગર્જના કરતો ધુમાડો” અને મેઘધનુષ્યો સર્જતો ઝાંબેઝી નદીનો પ્રચંડ ધોધ (વિક્ટોરિયા ધોધ), ઉત્તર નૉર્વેના સૂર્યતાપે ઓગળતા હિમાચ્છાદિત ડુંગરોની જલધારાઓ (હામરફેસ્ટ) વગેરેનાં સુરેખ, રંગીન, જીવંત, ભાવવાહી શબ્દચિત્ર આપણા ચિત્તમાં અંકિત થઈ જાય છે. થોડાંક ઉદાહરણ જોઈએ : એક છેડે “ઓગોહ ગોહ'નાં લાલ, લીલો અને વાદળી એમ ઘેરા રંગનાં ત્રણ મોટાં પૂતળાં હતાં. પુરુષોએ સફેદ અંગરખું, કેસરી અથવા સફેદ સરોંગ' (કમરે પહેરવાનું લુંગી જેવું વસ્ત્રો પહેર્યા હતાં. માથે સફેદ પટ્ટો બાંધ્યો હતો. બધા ઉઘાડે પગે હતા. તેઓ એક બાજુ ત્રણ હારમાં ગોઠવાયા. બીજી બાજુ મહિલાઓએ આછા પીળા રંગનું ઉપરનું વસ્ત્ર, કેસરી રંગનું સરોંગ પહેર્યું હતું અને કમરે રંગીન પટ્ટો બાંધ્યો હતો.” (બાલીમાં બેસતું વર્ષ) સમરકંદમાં... કવિઓનું ઉદ્યાન... આ હરિયાળા રમણીય ઉદ્યાનમાં એક મોટી લંબચોરસ શિલા ઉપર ઉઝબેકિસ્તાનના ચાર કવિઓ સામસામે બેઠા છે, બે પલાંઠી વાળીને અને બે વીરાસનમાં. તેઓ વાજિંત્ર સાથે પોતાની કવિતા ગાઈ રહ્યા છે. મૂછદાઢીવાળા પ્રૌઢ કવિઓએ સખત ઠંડીમાં પહેરાય એવા જાડા લાંબા ડગલા પહેરેલા છે. માથે પાઘડી કે મોટી ટોપી છે.” (સમરકંદ) ૧. કેલિફોર્નિયા અને નેવાડા રાજ્યમાં પહાડ પર ઊગતાં અને હજારો વર્ષ ટકી રહેતાં સિકોયા વૃક્ષો, કેટલાંક ચિત્રાત્મક વર્ણનો, તેમાં યોજાયેલ વિલક્ષણ અલંકાર થકી, વર્ણિત વસ્તુ અંગે વાસ્તવિકતા અને ચારુ કલ્પનાનો, આદ્ર વિચાર અને લાગણીનો આલાદક અનુભવ કરાવે છે. તેમાંની નવીનતા, તાજગી, માર્મિકતા ભાવકના ચિત્તને સ્પર્શી જાય છે; જેમ કે - અહીં આંબાનાં વૃક્ષો પર મોટી મોટી કેરીઓ લટકી રહી છે. અહીં ઘટાદાર લીમડા છે અને વડવાઈઓનો વિસ્તાર છે. પીપળો અહીં પવિત્ર વૃક્ષ તરીકે પુજાય છે. કેસરી અને પીળાં ગુલમહોર તડકામાં હસી રહ્યાં છે. 23 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy