________________
નાના ટાપુઓ પર જઈ લોકોને પણ લૂંટી લેતા. ઘરવખરી પણ ઉપાડી જતા. સ્ત્રી પર બળાત્કાર કરતા. આનો ઉપાય શો કરવો ? લોકોએ સ્વરક્ષણનો રસ્તો શોધી કાઢ્યો. દરિયામાં ચાંચિયાનું વહાણ આવતું દેખાય એટલે નિયત કરેલો નિરીક્ષક જોરથી ઘંટ વગાડે. ખેતરોમાં અને અન્યત્ર કામ કરતા બધા માણસો તરત પોતપોતાના ઘરમાં ચડી જાય અને નિસરણીઓ ઘરની અંદર ખસેડી લેવાય. ચાંચિયાઓ આવે, આટલી ઊંચી દીવાલ ચડી ન શકે. તે ફાવે નહિ એટલે નિરાશ થઈ ચાલ્યા જાય, કદાચ કોઈ તોફાન મચાવે તો ઉપરથી ધગધગતી વસ્તુઓ ફેંકાય.
આ વાત સાંભળતા લાગ્યું કે દરેક પ્રજામાં સ્વરક્ષણ માટે પોતાના વૈયક્તિક ઉપાયો શોધી કાઢવાની કુનેહ રહેલી છે.
અમારી સ્ટીમર પોરોસ બંદરે પહોંચી. અમને એક કલાકનો સમય અપાયો. પોરોસ ટાપુની લાક્ષણિકતા એ છે કે તે તળ ભૂમિની સાવ નજીક આવેલો છે. દરિયાની સાવ સાંકડી પટ્ટી વચ્ચેથી પસાર થાય છે. આપણે સ્ટીમરમાં બેઠાં હોઈએ, બેધ્યાન હોઈએ અને કોઈએ કહ્યું ન હોય કે અહીં સાંકડી સામુદ્રધુની છે તો એવો ભ્રમ થાય કે આપણી સ્ટીમર રસ્તા પર તો નથી ચાલતી ને ? સામુદ્રધુનીની બંને બાજુ બે નાની નાની ટેકરીઓ પર નગર વસ્યાં છે. એકનું નામ પોરોસ અને બીજાનું નામ ગુલાટા. ખેતી અને ઢોરઉછેર તેમનો મુખ્ય વ્યવસાય છે. લીંબુ, ઓલિવ વગેરેનાં વૃક્ષો અહીં સારાં થાય છે. અહીં મોટરકાર જેવાં વાહનો નથી. પગે ચાલીને જ બધે જવાનું.' કિનારા પરના રસ્તા પર લટાર મારી અમે પાછા સ્ટીમરમાં પહોંચી ગયા.
હવે અમારી સ્ટીમરે એજિના ટાપુ તરફ પ્રયાણ કર્યું. ભોજનનો સમય થયો એટલે એ માટે સૂચના અપાઈ. જુદા જુદા જૂથના જુદા જુદા નંબર પ્રમાણે દરેકે ભોજન માટે જવાનું હતું. બધું એવું વ્યવસ્થિત કે વિલંબ થાય નહિ અને સર્વને સંતોષ થાય. ભોજન પછી જેઓને ઝોકું ખાવું હોય તેમને માટે એક ખંડમાં સોફા અને આરામ ખુરશીની સગવડ હતી. કેટલાકે એનો લાભ લેવો ચાલુ કર્યો. બીજાં કેટલાંક આમતેમ, ઉપરનીચે ફરતાં હતાં. ફોટોગ્રાફર જાગતાં અને ઊંઘતાં એવા ઘણાંને કેમેરામાં ઝડપી લેતો હતો.
ભોજનના વિરામ પછી લોકસંગીત અને લોકનૃત્યનો કાર્યક્રમ શરૂ થયો. ઉપરની કૅબિનમાં હોલની જેમ ખુરશી ગોઠવાઈ ગઈ. તેમ છતાં કેટલાંકને ઊભા રહેવું પડ્યું. અમારામાંના કેટલાંકે અંદર જગ્યા મેળવી
૧૧૪ * પ્રવાસ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org