SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ સામે કિએવન રૂસ ટકી શક્યું નહિ. તે વખતે યુક્રેઇન અને રશિયા એવા બે ટુકડા થયા. સત્તરમા સૈકામાં ફરી યુક્રેઇન અને રશિયા એક થઈ ગયાં. ૧૯૧૭ના ઑક્ટોબરમાં રશિયામાં જ્યારે ક્રાંતિ થઈ ત્યારે યુક્રેઇનને સ્વતંત્ર રાજ્ય તરીકે માન્યતા મળી. ખળખળ વહેતી નીપર નદીના કિનારે આવેલું કિએવ શહેર રળિયામણું લાગ્યું. વૃક્ષો અને મકાનો બંને સોહામણાં હતાં. વિક્ટરે કહ્યું, ક્રિએવ યુક્રેઇનની પ્રાચીન નગરી છે, પણ તમે મને કહેશો કે આ બધાં મકાનો કેટલાં જૂનાં હશે ?' અમારામાંથી કોઈક કહ્યું, “દોઢસો-બસો વર્ષ જૂનાં તો હશે જ.' વિક્ટરે કહ્યું, “ના, આ મકાનો લગભગ પાંત્રીસ વર્ષથી વધારે જૂનાં નથી.” “સાચે જ ?' હા. બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મનીએ કાળા સમુદ્રને રસ્તે યુક્રેઇન ઉપર આક્રમણ કર્યું. ૧૯૪૧થી ૧૯૪૫ સુધી ભયંકર લડાઈ થઈ. લાખો માણસો માર્યા ગયા. આખું કિએવ બૉમ્બમારામાં જમીનદોસ્ત થઈ ગયું. જર્મનીએ યુક્રેઇન ઉપર કબજો મેળવવા ઘણો ભોગ આપ્યો. પરંતુ અમારી પ્રજા ખમીરવાળી. અમારા સૈનિકોએ ભારે પ્રતિકાર કર્યો. છેવટે અમે જીત્યા. વિજય પછી અમારા લોકો એટલા કામમાં લાગી ગયા કે દોઢ-બે વર્ષમાં તો જાણે આખું નગર નવેસરથી બંધાઈ ગયું. એટલે તો સોવિયેટ યુનિયને કિએવંને બહાદુર નગરી'નો ઇલ્કાબ આપ્યો હતો. થોડાંક વર્ષમાં તો યુક્રેઈન ખેતીવાડી અને વેપારઉદ્યોગ, વિજ્ઞાન અને ટેક્નોલોજી, સંગીત અને નાટ્યકલા વગેરે ઘણી બાબતોમાં સોવિયેટ યુનિયનનું અત્યંત પ્રગતિશીલ રાજ્ય બની ગયું. હવે ગાઇડ યુવતી ઇડાએ માઇક હાથમાં લીધું. એણે કહ્યું, “તમે હમણાં જોઈ તે નીપર નદી યુક્રેઇનની સૌથી મોટી નદી છે. બંને કાંઠે નાનીમોટી ટેકરીઓ વચ્ચેથી તે વહે છે. નીપસને લીધે યુક્રેઇનની ભૂમિ ફળદ્રુપ છે. આબોહવા ગમી જાય એવી માફક છે. ક્રિએવમાં ચેસ્ટનટ, મેપલ અને પોપ્લરનાં ઘટાદાર વૃક્ષો નૈસર્ગિક સૌંદર્યમાં વૃદ્ધિ કરે છે. અમારા લોકોનો વૃક્ષપ્રેમ એટલો બધો છે કે યુક્રેઇનના સરકારી પ્રતીક તરીકે ચેસ્ટનનું વૃક્ષ છે.' અમારી બસ હોટેલ પર આવી પહોંચી. હોટેલનું નામ પણ “નીપર' હતું. હોટેલમાં દાખલ થયા પછી અમારા બધાના પાસપોર્ટ લઈ લેવામાં ૧૪૪ ૯ પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy