SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ આ રેસ્ટોરામાં રીઢા ગુનેગારોની મહેફિલ યોજાતી હતી. એ મહેફિલ જ્યારે જામે ત્યારે તે કેવી હોય એનું અનુમાન આજની પાર્ટી પરથી કરી શકાય” “કેદમાં પુરાયેલા લેખકો વિશે આજે આપણે ગરમાગરમ ચર્ચા કરી, પરંતુ કેદી લેખકોની પાર્ટી કેવી હોય તેનો પ્રત્યક્ષ અનુભવ આયોજકોએ આપણને કરાવ્યો.' ટૅક્સી કરીને અમે હોટેલ પર આવ્યા. બીજે દિવસે ખબર પડી કે સાડાદસ વાગે તો આયોજકો સહિત બધા જ સભ્યોએ ત્યાંથી વિદાય લઈ લીધી હતી. બધાને હોટેલ પર મૂકવા માટે જે ત્રણ બસ અગિયાર વાગે બોલાવવામાં આવી હતી તે બધી ખાલી પાછી ચાલી ગઈ હતી. જતી વખતે બસમાં બેસવા માટે પડાપડી હતી અને પાછા ફરતી વખતે કોઈ બસમાં બેસનાર નહોતું ! બસના ખાલીપણાએ ફેરવેલ-પાર્ટી માટે અભિપ્રાય આપી દીધો હતો. (પાસપોર્ટની પાંખે-૧) સિડનીની ફૅરવૅલ-પાર્ટી - ૩૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy