________________
૨૪ નોર્થ કેપ (નૉર્વે)
‘અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ' એમ કવિ મેઘાણીએ ગાયું છે તે કેટલું યથાર્થ છે ! ખમીરવંતા સાહસિકોને નવી નવી ભોમકા ખૂંદવાનું મન થયા વગર રહે નહિ. ધરતીમાં એવું કોઈ ગૂઢ ચુંબકીય તત્ત્વ છે કે જે માણસના ચરણને ખેંચી જાય છે. બીજું કોઈ પ્રયોજન ન હોય તો પણ માણસ કેવળ કૌતુકથી પોતાને માટે નવા એવા પ્રદેશ તરફ ચાલતો રહે છે.
યુરોપની ઉત્તરે અસહ્ય ઠંડા પ્રદેશમાં ધરતીનો છેડો ક્યાં આવ્યો છે એ શોધવાની, પદાક્રાન્ત કરવાની લગની કેટલા બધા શોધસફરીઓને લાગી હતી! જ્યાંથી હવે પગે ચાલીને આગળ વધવાનું શક્ય નથી ત્યાં આવીને માણસ ઊભો રહે છે. આ છેડો નૉર્વેમાં, ઉત્તર ધ્રુવપ્રદેશમાં આવેલો છે. એનું ભૌગોલિક માપ છે ૭૧ અંશ ૧૦' ૨૧”. એને નોર્થ કેપ (North Cape- Nordkapp) કહે છે. કેપ એટલે ભૂશિર, સમુદ્રમાં ધરતીનો ફાંટો. અહીંથી હવે અફાટ ઉત્તર ધ્રુવ સમુદ્ર આવેલો છે.
માણસ જ્યારે પોતાનું નગર છોડીને દૂર વિદેશમાં વસે છે ત્યારે વતન અને વિદેશ વચ્ચે એનું હૈયું હીંચકતું રહે છે. પરંતુ પછીથી એની સંતતિ માટે વિદેશ એ જ વતન બની જાય છે. ત્યાં જીવન ગમે તેટલું વિકટ હોય તો પણ ધરતીમાતા સાથે એની આત્મીયતા બંધાઈ જાય છે. એટલે જ આવા અસહ્ય પ્રદેશોમાં માણસો કેમ વસે છે એનું કારણ શોધવા
નૉર્થ કેપ - ૧૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org