________________
નહિ કરતો હોય ને ? એ જે હોય તે, મારે તો વિક્ટર જે કહે તે ફક્ત સાંભળી જ લેવું એમ મેં મનથી નક્કી કર્યું.
રાતના દોઢ વાગવામાં દસેક મિનિટની વાર હતી. ટ્રેન આવવાની જાહેરાત થઈ. વિક્ટર અમારી પાસે આવી પહોંચ્યો. સામાન સાથે બધા પ્લેટફોર્મ પર પહોંચી ગયાં. મને થયું કે વિક્ટર હવે પોતાની અંગત ખાનગી વાત કરશે. હું તેની ઉત્સુકતાપૂર્વક રાહ જોતો રહ્યો. ટ્રેન પ્લેટફોર્મ પર આવી, પણ વિક્ટરે કશી વાત મને કરી નહિ. તે તો દરેકને પોતપોતાની કૅબિનમાં બેસાડવાની વ્યવસ્થામાં પડી ગયો. ટ્રેન દસેક મિનિટ ઊભી રહેવાની હતી. બધાં પોતપોતાની કેબિનમાં ગોઠવાઈ ગયાં. વિક્ટર પોતાની ફરજ બજાવવામાં મગ્ન બની ગયો. જાણે કે પેલી વાત જ ભૂલી ગયો ન હોય ! મને પણ મારી કેબિનમાં બેઠા પછી ચાલ્યું કે મારે પણ સામેથી વિક્ટરને પૂછવાની શી જરૂર ? જો તેને કહેવાની ઇચ્છા હશે તો કહેશે. પરંતુ બધા ગોઠવાઈ ગયા પછી દરેકની વિદાય લઈ વિક્ટર છેલ્લે મારી કૅબિનમાં આવ્યો. એણે કહ્યું, “ડૉ. શાહ, બસ તમારી વિદાય લેવા આવ્યો છું. આપણે ફરી ક્યારે મળીશું એ તો ખબર નથી. કદાચ જિંદગીમાં ફરી ન પણ મળીએ.” પછી વિક્ટર મને કેબિનમાંથી બહાર બોલાવી ગયો. ટૉઇલેટ પાસેની જગ્યામાં એક ખૂણામાં ઊભા રહીને ધીમે સાદે ફહ્યું, “મારે તમને જે અંગત વાત કરવાની છે તે આટલી છે. બે દિવસ તમે મને ખૂબ હસતો-હસાવતો જોયો છે. એટલે તમે એમ બોલેલા કે હું કેટલો સુખી છું. પરંતુ મારે ખાનગીમાં તમને એટલું જ કહેવું છે કે હું સુખી નથી. હું બહુ દુખી છું. મારે ઘર છે, પત્ની છે, બાળકો છે, પણ અમને અહીં વાણીસ્વાતંત્ર્ય નથી અને વિકાસની કોઈ તક નથી. તમે ઠેઠ ભારતથી સોવિયેટ યુનિયનમાં અમારા નગર સુધી આવી શકો છો, પરંતુ તમે માનશો, મારી ત્રીસ વર્ષની ઉમર થવા આવી છતાં મોસ્કો જવાની તક હજુ મને મળી નથી. મેં ઇનટૂરિસ્ટમાં ગાઇડ તરીકેની નોકરી સ્વેચ્છાએ સ્વીકારી લીધી છે કે જેથી સોવિયેટ યુનિયનમાં બીજા કોઈ પ્રદેશમાં મને ડ્યૂટી મળે તો એટલું તો જોવાની તક મળે, પરંતુ હજુ સુધી કિએવ છોડીને બીજે ક્યાંય મને ફરજ પર મૂકવામાં આવ્યો નથી. બસ, તમને જોઈને હું બહુ જ રાજી થયો છું, પણ હું અહીં બહુ દુખી છું એવી મેં તમને કહેલી વાત ખાનગી રાખજો. બીજા કોઈ અધિકારીને કરશો નહિ. તમે મોસ્કો પહોંચીને તરત સોવિયેટ યુનિયન છોડવાના છો અને મને તમારામાં વિશ્વાસ છે એટલે જ મેં હિંમત કરીને આટલી મારી વાત કરી છે. નહિ
૧૪૮ ૪ પ્રવાસ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org