SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ હું ?' બધાં ચોંકી ઊઠ્યાં, “આવી ગાડી તારાથી ચલાવાય જ કેમ ? તું તો અમારા જાન જોખમમાં મૂકી દેશે.” માસીબાએ કહ્યું, “પહેલેથી ખબર હોત તો તારી ગાડીમાં બેસત નહિ. પૈસા પૂરા લેવા અને ગાડીમાં કંઈ ઠેકાણું નહિ.” રામશરણે કહ્યું, “માતાજી ! ગભરાવ નહિ. અમને મિકેનિક લોકોને ગમે તેવી ખરાબ ગાડી ચલાવતાં ફાવે.” મારા અભિપ્રાય પ્રમાણે તો રામશરણ હિંમતથી, પૂરા વિશ્વાસથી, સાવચેતીપૂર્વક ગાડી ચલાવતો હતો, પણ અમારાં મિત્રોના શ્વાસ અધ્ધર થઈ જતા હતા. - અમે ચા-પાણી લીધાં અને રામશરણને પણ આપ્યાં. અમારામાં ગુસપુસ વાત ચાલી. એકે કહ્યું, “આપણે ભાડું પૂરેપૂરું ન આપવું. મૅનેજરે આપણને વાત કહેવી જોઈએ.' બીજાએ કહ્યું, “ભાડું ભલે પૂરું આપીએ, પણ બક્ષિસને લાયક તો એ નથી જ.” મોટાભાઈએ કહ્યું, “ખજુરાહોથી મળતી હોય તો બીજી જીપ કરી લઈએ. ભલે આનો પૂરો ચાર્જ આપવો પડે.” ખજુરાહોથી બીજી જીપ ન મળી તો ? આપણે અત્યારે આની સાથે ઝઘડો કરવો નહિ.” ભાભી બોલ્યાં. અમે જીપમાં બેઠાં અને ખજુરાહોના રસ્તે આગળ ચાલ્યાં. કોઈકે કહ્યું, “ભાઈ રામશરણ, અત્યારે તો અમે તારે શરણે છીએ.” માસીબાએ કહ્યું, “સાચવીને ચલાવજે બેટા, અમારે ઉપર જવાની ઉતાવળ નથી.” - અમે ખજુરાહો પહોંચ્યાં. ઊંચાઈએ આવેલા આ વિશાળ મેદાની વિસ્તારની હવા જ જુદી હતી. આઠસો-હજાર વર્ષ પહેલાંનું સંસ્કારસમૃદ્ધ ઐતિહાસિક વાતાવરણ અહીં ધબકતું હતું. જીપ ક્યાં ઊભી હશે, અમારે ક્યાં મળવું વગેરે વીગતો રામશરણ સાથે નક્કી કરી, અમે એક ભોમિયો લઈને મંદિરો જોવા ચાલ્યાં. ખજુરાહોમાં પ્રવેશદ્વાર આગળના મુખ્ય માર્ગની ડાબી બાજુના, પશ્ચિમ દિશાના વિશાળ સંકુલમાં જોવાલાયક મુખ્ય મુખ્ય મંદિરો છે. જમણી બાજુ પૂર્વ દિશામાં જરાક આઘે થોડાંક મંદિરો છે, જેમાં જૈન મંદિરો મુખ્ય છે. અમારો ભોમિયો હોશિયાર અને જાણકાર હતો. અમારી સમયમર્યાદા એણે સમજી લીધી હતી. એણે કહ્યું કે, “ઈ. સ. ૯૦૦થી ઈ.સ. ૧૧૫૦ ખજુરાહો - ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy