SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ડૉ. રમણલાલ ચી. શાહ જીવન ઝરમર ૧૯૨૬ પિતાશ્રી ચીમનલાલ અમૃતલાલ શાહ, માતા રેવાબહેન ચીમનલાલ શાહ, જન્મસ્થળ : પાદરા, વડોદરા જિલ્લો., જન્મ ; ત્રીજી ડિસેમ્બર ૧૯૨૭, કારતક વિદ ૧૩ ૧૯૮૩. ૧૯૨૭ તાલુકાના મુખ્ય ગામ પાદરાના તંદુરસ્ત બાળકની સ્પર્ધામાં પ્રથમ આવવા બદલ ઈનામ મળ્યું. ૧૯૩૦ પાદરાની શાળામાં ભણવાની શરૂઆત ૧૯૩૭ પાદરાથી મુંબઈ રહેવા આવ્યા. ફરામજી સ્કુલમાં ભણવાનું ચાલુ કર્યું. ૧૯૪૧ મુંબઈમાં બાબુ પન્નાલાલ હાઈસ્કૂલમાં દાખલ થયા. ૧૯૪૨ ચિત્રકલામાં રસ- રાહુલકર સરના વર્ગો ભરી સફળતા મેળવી. સરકાર દ્વારા લેવાતી એલીમેન્ટરી અને ઈન્ટરમિડિયેટ બન્ને પરીક્ષામાં પ્રથમ નંબરે આવી પારિતોષિકો મેળવ્યાં. ૧૯૪૩ રાષ્ટ્રીય ચળવળને લગતી પત્રિકાઓ છૂપી રીતે ઘરે ઘરે પહોંચાડવાના કાર્યમાં ભાગ લીધો. ૧૯૪૪ મેટ્રીકની પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ મળ્યો. ૧૯૪૫ ગણિત અને વિજ્ઞાનમાં ઘણા સારા માર્કસ છતાં સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં આર્ટસમાં એડમિશન મેળવ્યું. સ્વપ્ન સારા લેખક થવાનું, ઘર છોડી મહાવીર જૈન વિદ્યાલયની હોસ્ટેલમાં રહેવા ગયા. ૧૯૪૬ મહાવીર જૈન વિદ્યાલયમાં નિબંધલેખન, વસ્તૃત્વ સ્પર્ધા, નાટક લેખન અને અભિનયમાં ભાગ લઈ સફળતા પ્રાપ્ત કરી. ૧૯૪૭ ઈન્ટર આર્ટસમાં ફર્સ્ટ ક્લાસ, બી.એ.માં ગુજરાતી અને સંસ્કૃતના વિષયો લીધા. ૧૯૪૮-૪૯ બી.એ.માં ગુજરાતી અને સંસ્કૃતમાં ફર્સ્ટ ક્લાસ. ગુજરાતી વિષયમાં પ્રથમ આવ્યા. સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ફેલો તરીકે નિમણૂંક, ૪૮ ૪૯ પાટણ જૈન હોસ્ટેલમાં રહેવા ગયા. ૧૯૪૯ એમ.એ. ગુજરાતી વિષય સાથે અભ્યાસ ચાલુ, “સાંજ વર્તમાન પત્રમાં પત્રકાર તરીકે કામ કર્યું. ૧૯૫૦ M.A.માં યુનિવર્સિટીની પરીક્ષામાં First class First આવ્યા. મુંબઈ યુનિવર્સિટીનાં બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ગોલ્ડ મેડલ, કેશવલાલ હર્ષદરાય ધ્રુવ પારિતોષિક અને ઝેવિયર્સ કોલેજમાં એમ.એ. અને એમ.એસ.સી - સર્વમાં પ્રથમ આવવા બદલ ‘સેન્ટ ફ્રાન્સિસ મેડલ” મલ્યો. ૧૯૫૧ જૂનમાં સેન્ટ ઝેવિયર્સમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાયા. એન.સી.સી. (નેશનલ કેડેટ કોર)માં વિદ્યાર્થીઓને લશ્કરી તાલીમ આપવા ઓફિસર તરીકે જોડાયા. એન.સી.સી.માં ૧૯૫૧ થી ૫૪ સેકન્ડ લેફ્ટન્ટ, ૧૯૫૪ થી ૫૭ લેફટનન્ટ, ૧૯૫૮ થી ૩૫ કેપ્ટન, ૧૯૬૫ થી ૭૦ મેજર અને છેલ્લે બેટેલિયન કમાન્ડન્ટ અને કેમ્પ કમાન્ડન્ટ તરીકેની જવાબદારી સંભાળી. મનીષા (સોનેટ સંપાદન, શ્રી મીનુ દેસાઈ સાથે - ૧૯૫૧ ૧૯૫૨ ધ્રાંગધ્રા નિવાસી દીપચંદ ત્રિભોવનદાસ શાહની પુત્રી અને મુંબઈની સોસાયા કોલેજના ગુજરાતીના અધ્યાપિકા તારાબહેન શાહ સાથે વિશાળ થયું. શ્રી મુંબઈ જાસૂસી અને રાષ્ટ્રદ્રોહ ૪૯ ૩૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy