SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ સહરાના રણમાં (ઈજિપ્ત) દુનિયાનું મોટામાં મોટું રણ તે સહરા. એ રણમાંથી ઉનાળાની ભરબપોરે પસાર થવું એ જેવીતેવી વાત નથી. પરંતુ મે મહિનાની અસહ્ય ગરમીમાં અમે સહરાનું રણ કેવી રીતે ઓળંગ્યું હશે ? ઇજિપ્તનું પાટનગર કેરો છે. ત્યાંના લોકો પોતાના આ શહેરને “કહારા' (કાહિરા) કહે છે. બ્રિટિશ હકૂમત દરમિયાન કહારાનું “કેરો’ થઈ ગયું હતું, જે આજ દિવસ સુધી ચાલુ છે. અમે કેરોથી એલેક્ઝાન્ડિયા જવાના હતા. ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલું ઇજિપ્તનું એ સુંદર મજાનું પ્રાચીન બંદર છે. અમારો કાર્યક્રમ કરોથી સવારે નીકળી એલેકઝાન્ડ્રિયા જોઈને પાછા ફરવાનો હતો. અમે પચીસેક પ્રવાસીઓ હતા. અમારા માટે આરામદાયક બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. અમને કહેવામાં આવ્યું હતું કે એલેકઝાન્ડિયા પહોંચતાં ચારેક કલાક થશે. માટે રાત્રે વેળાસર જો પાછાં આવી જવું હોય તો સવારે સાત વાગે અમારે નીકળી જવું જોઈએ. અમે બધા પ્રવાસીઓ સવારે વહેલા ઊઠી, તૈયાર થઈ હોટેલ ફલામેન્કોમાંથી નીકળીને બસમાં ગોઠવાયા. ડ્રાઇવર અને ગાઇડ યુવતી અમારી રાહ જોતાં બસમાં બેઠાં હતાં. બધાં આવી જતાં બસ ઊપડી. અમારી ગાઇડે કહ્યું, “આજની એલેકઝાન્ડિયાની ટૂરમાં હું તમારી ગાઇડ છું. મારું નામ નિવિના છે. એનો અર્થ “ક્રિસ્ટમસ' થાય છે, પરંતુ હું સહરાના રણમાં એક ૧૯૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy