________________
ક્રિશ્ચિયન નથી, હું મુસ્લિમ છું. આપણા ડ્રાઇવરનું નામ હુસેન છે. તે બહુ હોશિયાર અને અનુભવી છે. એલેકઝાન્ડ્રિયા સુધીનું અંતર ૨૨૦ કિલોમીટર જેટલું છે. સહરાના રણમાં કરવામાં આવેલા નવા રસ્તે આપણે જઈશું. જૂનો રસ્તો નાઈલ નદીની પાસેના ખેતીવાડીના વિસ્તારોમાં આવેલાં નાનાં નાનાં ગામડાંમાંથી પસાર થાય છે. તે ઘણો લાંબો છે. તેમાં સમય પણ ઘણો લાગે છે. કેટલાક સમયથી, વર્લ્ડ બૅન્કની સહાયથી, રણમાં આ નવો સળંગ, સીધો રસ્તો ક૨વામાં આવ્યો છે. વાહનો માટે આવવા-જવાના માર્ગ બાજુ બાજુમાં પણ જુદા જુદા છે. એલેકઝાન્ડ્રિયા પહોંચતાં ચારેક કલાક આપણને થઈ જશે. બસની સફર લાંબી છે. એટલે તમારામાંથી જેને વચ્ચે થોડીક ઊંઘ ખેંચી લેવી હોય તેને તે ખેંચી લેવા માટે અનુકૂળતા રહેશે.’
ત્યાં તો ગાઇડને અટકાવીને અમારામાંથી કેટલાક અત્યુત્સાહી પ્રવાસીઓ તરત વચ્ચે બોલી ઊઠ્યા, ‘ના, ના. અમે ઊંઘવા નથી આવ્યા. અમે તો બધું જોવા અને સમજવા આવ્યા છીએ. અમે તો આ પ્રવાસની બહુ ઉત્સુકતાથી રાહ જોતા હતાં.'
ગાઇડે કહ્યું, ‘વાહ ! બહુ જ સરસ ! તમારા ઉત્સાહથી મારો ઉત્સાહ પણ વધી ગયો છે. એલેકઝાન્ડ્રિયાની ટૂર વિશે તમારે જે કંઈ પ્રશ્નો પૂછવા હોય તે નિ:સંકોચ પૂછજો. મને એ ગમશે. પહેલાં હું તમને અમારા દેશ ઇજિપ્ત વિશે કેટલીક માહિતી આપીશ.'
ગાઇડે ત્યાર પછી ઇજિપ્તની પ્રાચીન સંસ્કૃતિ, પિરામિડો, મમી, વિદેશીઓનાં આક્રમણો વગેરે વિશે રસપ્રદ માહિતી આપી.
ઇજિપ્ત ભૌગોલિક દૃષ્ટિએ મોટો દેશ છે. પરંતુ એમાંથી આશરે ચાર-પાંચ ટકા જેટલા પ્રદેશમાં જ લોકોનો વસવાટ છે; તે પણ ઘણુંખરું નાઈલ નદીના બંને કાંઠે. ઇજિપ્તની લગભગ પંચાણુ ટકા જમીન રણ છે. નાઈલના પશ્ચિમ કિનારાનું રણ તે સહરાનું રણ છે. પૂર્વ કાંઠાના રણને સાઈનાઈનું રણ કહેવામાં આવે છે. દુનિયામાં ઘણીખરી નદીઓ પૂર્વથી પશ્ચિમ દિશામાં કે પશ્ચિમથી પૂર્વ દિશામાં વહે છે. પરંતુ નાઈલ નદી એક એવી છે કે જે દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશામાં વહે છે. તેનું કારણ એ છે કે ઇજિપ્તના ઉત્તર ભાગમાં આવેલો સહરાનો રણવિસ્તાર નીચાણવાળો છે. કેટલેક ઠેકાણે તો તે દરિયાની સપાટી કરતાં સો-બસો ફૂટથી વધુ નીચો છે.
નાઈલ નદીમાં બારે માસ પાણી રહે છે. એથી નદીના કાંઠાવિસ્તારમાં
૧૯૮ * પ્રવાસ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org