SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ સારી ખેતી થાય છે. ત્યાં ગામો વસેલાં છે. નાઈલ નદી ભૂમધ્ય સમુદ્રને જ્યાં મળે છે એ નદીનો મુખ-વિસ્તાર (Delta) બહુ ફળદ્રુપ હોવાથી ત્યાં ઠીક ઠીક વસ્તી છે. એલેકઝાન્ડ્રિયા બંદર એ વિસ્તારમાં આવેલું છે. કેરો શહેર છોડીને અમારી બસ આગળ ચાલવા લાગી. રસ્તાની નજીક બંને બાજુએ કોઈક કોઈક મકાન દેખાતાં રહ્યાં, પણ બંને બાજુ દૂર દૂર ક્ષિતિજ સુધી માત્ર રણ હતું. ઉનાળામાં સહરાનું રણ જોતાં જ ઝંખનાના પ્રતીક તરીકે કવિ સુંદરમે કરેલા એના ઉપયોગવાળી પંક્તિઓ યાદ આવી ગઈ : તને મેં ઝંખી છે, યુગોથી ધીખેલા, પ્રખર સહરાની તરસથી. સહરાનું રણ આફ્રિકા ખંડના ઉત્તર ભાગમાં, પશ્ચિમમાં રાતા સમુદ્રથી શરૂ કરી પૂર્વમાં એટલાન્ટિક મહાસાગર સુધી તે આશરે પંચોતેર લાખ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં પથરાયેલું છે. આફ્રિકાના દેશો ઇજિપ્ત, સુદાન, લિબિયા, ટ્યુનિશિયા, અલ્જિરિયા, મોરોક્કો વગેરેમાં તે ફેલાયેલું છે એમ કહેવા કરતાં સહરાના રણમાં આ બધા દેશોની રાજકીય સીમા આંકવામાં આવી છે એમ કહેવું વધુ યોગ્ય છે. આફ્રિકાના પૂર્વ કાંઠાથી પશ્ચિમ કાંઠા સુધી સળંગ પાંચ હજાર કિલોમીટર જેટલું તે લાંબું છે. સહરાનું આખું રણ તે માત્ર રેતીનું રણ નથી. કેટલાક વિસ્તારોમાં તે ખડકોનું બનેલું છે; કેટલાક વિસ્તારમાં તે પથરાળ છે; વળી અમુક વિસ્તારમાં તેમાં નવથી દસ હજાર ફૂટ ઊંચા, વનસ્પતિરહિત સૂકા પર્વતો આવેલા છે. જૂના વખતથી સહરાના રણમાં એક સ્થળેથી પાસેના બીજે સ્થળે જવાના નજીક નજીકના રસ્તાઓ થયેલા છે. રખડુ જાતિના લોકો ઊંટ ઉપર ઘરવખરી અને કુટુંબના સભ્યોને લઈ, જ્યાં પાણી અને ઝાડપાનને લીધે ઠંડક હોય એવા સ્થળે મુકામ કરે છે. એવાં સ્થળોને રણદ્વીપ (Oasis) કહે છે. એવી રીતે એક રણદ્વીપથી બીજા રણદ્વીપ સુધીની સફર કરી, મુકામ કરી, ફરી આગળ સફર વધારનાર વણઝારા જેવી જાતિના લોકો આફ્રિકાના સહરાના રણમાં હજુ પણ છે. અલબત્ત, રણમાં, એવા વિસ્તારો પણ છે કે જ્યાં પહોંચવું એટલે મોતને નોતરવા બરાબર ગણાય. દિવસે અતિશય ગરમી, રાત્રે અતિશય ઠંડી, ઘડીકમાં માણસને દાટી દે એવી ઊડતી રેતીનાં વાવાઝોડાં, વાટમાં ખોરાક-પાણી ખૂટી જવાં વગેરે પ્રકારનાં સહરાના રણમાં એક ૧૯૯ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy