SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ કૉફી, તમાકુ, કપાસ વગેરેની ખેતી સારી થાય છે. અહીં જમીન સપાટ છે. બીજે છેડે નાના ડુંગરો છે. વાતાવરણ આંખને ઠારે એવું હરિયાળું છે. વરસાદની મોસમ વરસમાં બે વાર હોય છે. બસો વર્ષ પહેલાં ગોરા ખ્રિસ્તી ધર્મપ્રચારકો અને જર્મન સૈનિકો આ વિસ્તારમાં આવ્યા તે પહેલાં પણ બુજુબુરા વેપારધંધાથી ધમધમતું બંદર હતું. આફ્રિકાના બીજા નંબરના સરોવર ટાંગાનિકાના કિનારે ટાંઝાનિયા, ઝાંબિયા, કોંગો, રવાન્ડા અને બુરુંડીનાં રાજ્યો વસેલાં છે. મધ્યકાળમાં જળમાર્ગે વ્યવહાર વધુ ચાલતો અને બંદરો વિકસતાં રહેતાં. બુજુબુરા અને પાસે આવેલ ઉજીજી બંદરનો વિકાસ એ રીતે થયેલો. ત્યારે અહીં વેચવાની એક મહત્ત્વની સામગ્રી કઈ હતી તે જાણો છો ? એ હતી ગુલામો. અહીં ગુલામોનું મોટું બજાર ભરાતું. ત્યારે નાણાંનું ચલણ આવ્યું નહોતું. ચીજ-વસ્તુઓ અદલાબદલી (Barter System) થતી. એક ગુલામ ખરીદવો હોય તો બદલામાં હાથીદાંત, મીઠું, માછલી, ગાયઘેટાં, અનાજ કે તેલ આપવાં પડતાં. ત્યારે આરબ મુસલમાન વેપારીઓનું અહીં બહુ જોર હતું. સરોવરમાં બંદરો વચ્ચે વહાણો દ્વારા અવરજવર ચાલુ રહેતી, એટલે બંદરોની વસતિમાં પચરંગીપણું હતું. અહીં રુંડી, વીરા, ગોની, બાવરી, ન્યાસા, હાયા, સુકમા, યાઓ, કોર્ડ ઇત્યાદિ પંદરેક જુદી જુદી જાતિના લોકો આવીને વસ્યા હતા. એકલા અપરિણીત યુવાનો વેપારાર્થે આવતા અને વખત જતાં સ્થાનિક કન્યા સાથે લગ્ન કરીને અહીં જ વસવાટ કરતા. બુજુમ્બરાનું ઐતિહાસિક મહત્ત્વ પણ છે, કારણ કે જે ખ્રિસ્તી ધર્મપ્રચારકો (મિશનરીઓ) આ પ્રદેશમાં આવ્યા તેમાંના એક હતા સુપ્રસિદ્ધ સાહસિક શોધસફરી ડેવિડ લિવિંસ્ટન (૧૮૧૩- ૧૮૭૩). તેઓ સ્કૉટલૅન્ડના વતની હતા. વિદ્યાભ્યાસ કરી તેઓ દાક્તર થયા હતા, પરંતુ તબીબી વ્યવસાય છોડીને તેઓ ચર્ચમાં મિશનરી થવા માટે જોડાઈ ગયા હતા. તેમની ઇચ્છા ચીન જવાની હતી, પરંતુ ઉપરીઓએ તેમને ધર્મપ્રચાર માટે મધ્ય આફ્રિકામાં મોકલ્યા હતા. તેમનો જીવ સાહસિક પ્રવાસીનો હતો. તેમણે આ પ્રદેશોમાં ઘણી શોધખોળ કરી પોતાના અહેવાલો લખ્યા હતા. પોતાના માયાળુ સ્વભાવને લીધે તેઓ આફ્રિકનોમાં લોકપ્રિય થઈ ગયા હતા. સ્થાનિક ભાષા તેઓ બોલતા. અનેક લોકોને એમણે ખ્રિસ્તી બનાવ્યા હતા. તેમની ઇચ્છા આફ્રિકા છોડી પાછા સ્કૉટલૅન્ડ જવાની નહોતી. પછીથી ચર્ચ સાથે એમનો પત્રવ્યવહારનો સંપર્ક છૂટી ગયો હતો. એટલે ચર્ચને ચિંતા થઈ કે લિવિંસ્ટન ક્યાં છે અને જીવે છે કે નહિ. હેન્રી સ્ટેન્સી બુજુબુરા - ૨૧૫ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy