SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ અને તડકો ખાવા આવે છે. પ્રવાસીઓને આકર્ષવા રાજ્ય તરફથી સુવિધાઓ વધતી જાય છે. દરિયામાં થોડે આગે પરવાળાં (Corals) છે. તે જોવા લઈ જવાની સગવડ પણ હવે થઈ છે. એટલે કુરાસાઓમાં વધુ સગવડવાળી મોંઘી પણ નાની હોટેલો શરૂ થવા લાગી છે. યુવતીએ અમને કુરાસાઓ વિશે ચોપાનિયું આપ્યું. પ્રવાસીઓને મફત વહેંચવા માટે તે દર મહિને છપાય છે. એમાં ઘણી પ્રકીર્ણ માહિતી, દુકાનો અને હોટેલોની જાહેરખબર સાથે આપવામાં આવી હતી. અમેરિકાના અને કેનેડાના પ્રવાસીઓને ખરીદીમાં જકાત-બચતની દૃષ્ટિએ શો લાભ થાય તેની સવિસ્તર માહિતી તેમાં હતી. કુરાસાઓમાં નાણાનું ચલણ ડચ ગિલ્ડર્સનું છે, પરંતુ અમેરિકનોને વટાવનો માર ન પડે એટલા માટે અમેરિકન ડૉલરનું ચલણ પણ અધિકૃત ગણવામાં આવ્યું છે. અમારી વાત ચાલતી હતી એટલામાં એક ઊંચો, જાડો, કાળો હબસી આવ્યો અને તે યુવતી સાથે સ્પેનિશમાં વાત કરવા લાગ્યો. યુવતીએ અમને કહ્યું, “આ ટૅક્સીડ્રાઈવર કહે છે કે બહાર હવે માત્ર એની એકની જ ટૅક્સી રહી છે. તમારે જવું હોય તો તે રોકાય. અહીંથી શહેર સાત કિલોમીટર દૂર છે અને તેનો ઠરાવેલો દર સાત ડૉલર છે. આ ટૅક્સી તમે જવા દેશો તો તમારે શહેરમાંથી ફોન કરી ટૅક્સી બોલાવવી પડશે અને તેના જવા-આવવાના ચૌદ ડૉલર તમારે આપવાના રહેશે.” હોટેલનું રિઝર્વેશન થઈ ગયું હતું એટલે અમે ઉતાવળ કરી ટૅક્સીમાં બેઠાં. ટૅક્સી ચાલી. ડુંગરાળ ટાપુ ઉપર ચડ-ઉતર કરતો રસ્તો નાનો, પણ વાહનોની અવરજવર વગરનો, સ્વચ્છ, શાંત અને હરિયાળીવાળો હતો. થોડી થોડી વારે આજુબાજુ સમુદ્રનાં જે દર્શન થતાં તે અણે ટાપુ ઉપર છીએ તેની પ્રતીતિ કરાવતાં હતાં. કુરાસાઓના ચોપાનિયા ઉપર હું નજર ફેરવતો હતો. એમાં એક પાના ઉપર કુરાસાઓની ઐતિહાસિક માહિતી આપવામાં આવી હતી. ટાપુની શોધ સ્પેનિશ લોકોએ કરી હતી. ક્રિસ્ટોફર કોલંબસે ઈ.સ. ૧૪૯૨માં અમેરિકાના ખંડની શોધ કર્યા પછી ઈ.સ. ૧૪૯૯માં ફરીથી એ અમેરિકાની શોધસફરે ગયો ત્યારે આસપાસ નાના નાના ટાપુઓની શોધ માટે નીકળેલા એના સાથીદારોમાંના એક લેફટનન્ટ આલ્પોન્ઝો દ ઓએદાએ આ કુરાસાઓ ટાપુની શોધ કરી હતી. અલબત્ત, ત્યારે આ ટાપુની કંઈ કિંમત નહોતી. રડ્યાખડ્યા કેટલાક સ્પેનિશ લોકોએ આ ટાપુ પરની પોતાની માલિકીની સાચવણી માટે ત્યાં વસવાટ કર્યો હતો. પરંતુ સત્તરમાં સૈકામાં યુરોપીય પ્રજાઓ વચ્ચે યુરોપ કુરાસાઓ - ૩૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy