SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ મનથી નાચી ઊઠ્યા. એમના મુખમાંથી સહજ ઉદ્ગાર સરી પડ્યા, “પોતાની પાંખો વડે ઊડતા દેવદૂતોએ આવાં રમણીય દૃશ્યો અવશ્ય જોયાં હશે !” (Scenes so lovely must have been gazed upon by Angels in their flight) આવા પ્રચંડકાય બેનમૂન ભવ્ય ધોધનું નામ શું રાખવું ? લિવિંગ્ટનને થયું કે આવા ધોધને તો પોતાની મહારાણી વિક્ટોરિયાનું નામ જ શોભે. એમણે પોતાના અહેવાલમાં આ ધોધને “વિક્ટોરિયા ધોધ' (Victoria Falls) તરીકે ઓળખાવ્યો. ત્યારથી એટલે કે ઈ.સ. ૧૮૮૫થી એ વિક્ટોરિયા ધોધ તરીકે જાણીતો રહ્યો છે. લિવિંસ્ટને આ ધોધની શોધ કરીને બહારની દુનિયાને એની જાણ કરી તે પહેલાં સ્થાનિક આફ્રિકન લોકોને તો એની ખબર હતી જ. તેમણે એને આપેલું કાવ્યમય નામ છે : “ગર્જના કરતો ધુમાડો' (મોસી-ઓતુજા, Smoke that thunders). મોટા ધોધમાં પાણી એટલું બધું જોરથી પડતું હોય છે કે એનાં ઊડતાં સીકરોથી ધુમ્મસ કે ધુમાડા જેવું દૃશ્ય સર્જાય છે. એ દૃશ્ય એટલું મોટું હોય કે દૂરથી ધોધનું પડતું પાણી ન દેખાય, પણ ધડધડ અવાજ સંભળાય. ધુમાડો અવાજ કરે નહિ, પણ અહીં તો એની ગર્જના સંભળાય છે. એટલે સ્થાનિક લોકોએ સરસ નામ આપ્યું, ગર્જના કરતો ધુમાડો.' | વિક્ટોરિયા ધોધની શોધ તો થઈ, પરંતુ યુરોપના પ્રવાસપ્રિય એને કલારસિક લોકોમાં અને પ્રસિદ્ધિ મળી ચિત્રકાર થૉમસ બેઈન્સ દોરેલાં ધોધનાં મોટાં બહુરંગી ચિત્રોથી. તેઓ આફ્રિકા આવ્યા હતા તો લિવિંસ્ટનના મદદનીશ તરીકે કામ કરવા, પરંતુ લિવિંસ્ટને ૧૯૫૭માં જ્યારે એમને આ ધોધ બતાવ્યો ત્યારે તો તેઓ આભા જ બની ગયા. તરત એમની પીંછી સળવળી અને એમણે જુદી જુદી દિશાએથી દેખાતાં દશ્યોને કેન્વાસમાં ઉતાર્યા. પહેલી વારની આ મુલાકાતથી સંતોષ ન થતાં ૧૮૬૨માં તેઓ અહીં બીજી વાર આવ્યા અને બે અઠવાડિયાં રોકાઈ બીજાં ચિત્રો દોર્યો. એમનાં ચિત્રોએ યુરોપની પ્રજાને આ ધોધ જોવા માટે ઘેલી કરી. પ્રવાસીઓનો પ્રવાહ એટલો વધતો ગયો કે વખત જતાં બ્રિટિશ સરકારે કેપટાઉનથી વિક્ટોરિયા ફૉલ્સ સુધી રેલવે બાંધવાનું ઠરાવ્યું અને એ થતાં આજ દિવસ સુધી હજારો પ્રવાસીઓ આ ધોધ નિહાળવા આવે છે. આ ધોધ જોવાની એક સુંદર તક અમને પણ સાંપડી હતી. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન પચાસેક સભ્યોની અમારી મિત્રમંડળી વિક્ટોરિયા ધોધ : ૨૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy