SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ માણસે જે બૅગ બતાવી તેને રંગ, સાઇઝ અને તાળા ઉપરથી. અમે તરત ઓળખી લીધી. ઑફિસરે અમારા બેગેજ ટેગના નંબર સાથે તે મેળવી લીધી. - પેલા માણસે કહ્યું, “કન્વેયર બેલ્ટ ઉપર આડી થઈ જવાને લીધે આ બૅગ કસ્ટમ્સ વિભાગમાં પહોંચી નહીં, પરંતુ નીચે પડી ગઈ હતી.” બૅગ મળી ગઈ એથી અમને આનંદ થયો. ભલે મોડું થયું, પરંતુ અમારી ચિંતા ટળી. હવે પ્રશ્ન આ બૅગને કસ્ટમ્સમાંથી બહાર કાઢવાનો હતો. અમે એક વખત તો કસ્ટમ્સમાંથી બહાર નીકળી ગયાં હતાં, અને અમારા પાસપોર્ટમાં સિક્કા પડી ગયા હતા. એટલે કસ્ટમ્સના પાછલા દરવાજેથી અમે કસ્ટમ્સમાં ફરી દાખલ થયાં. એરો પેરુનો ઑફિસર દરેક કાઉન્ટર ઉપર અમારી વાત કહેતો ગયો અને અમે એમ જલદી નીકળતાં ગયાં. સામાન તપાસનાર ઑફિસરે અમારી બૅગ ખોલાવી નહિ અને ઉપર તપાસ્યાની નિશાની તરત કરી આપી. ડિમાના કસ્ટમ્સમાંથી અમે આ રીતે બે વાર પસાર થયાં. બહાર આવીને અમે પાછા એરો પેરુના કાઉન્ટર ઉપર ગયાં. જે બધાં કાગળિયાં તૈયાર કર્યા હતાં તેનો હવે કંઈ અર્થ ન હતો એટલે તે ફાડી નાંખ્યાં. ઍરો પેરુના ઑફિસરે બધી તકલીફ લીધી તે માટે તેનો અમે આભાર માન્યો. પછી એરો પેરુના ઑફિસરને મેં કહ્યું, “આ બૅગ ત્રણ કલાકથી બૅગેજ સેકશનમાં પડી રહી હતી તો તમે તે વખતે ત્યાં પણ તપાસ કરી હોત અથવા બેગેજ સેકશનમાં ફરજ પરના માણસે તે જ વખતે તમને જાણ કરી હોત તો અમારા ત્રણ-ચાર કલાક બગડત નહીં. અને તમને આ બધી તકલીફ પડત નહિ. આટલી બધી બેદરકારી ભાગ્યે જ કોઈ એરપોર્ટ ઉપર જોવા મળે છે.” હું ઑફિસરને કહેતો હતો તેવામાં મારાં પત્નીની નજર બૅગ ઉપર ગઈ. તરત તેણે કહ્યું, “અમારી બૅગ ઉપર એક બાજુ આ મોટો કાપો શેનો પડ્યો છે ?' ઑફિસરે કહ્યું, “કદાચ કન્વેયર બેલ્ટ ઉપર ચઢતાં બૅગ બીજી કોઈ બૅગ સાથે ઘસાઈ હશે.” પરંતુ તેનો કાપો આવી રીતે ન પડે, એથી અમને વહેમ પડ્યો. બૅગનું તાળું ખોલીને અંદર જોયું તો કપડાં અને વસ્તુઓ અસ્તવ્યસ્ત હતાં. એથી થયું કે તાળું ખોલ્યા વગર બાજુમાંથી તીક્ષ્ણ હથિયાર વડે બૅગનું ઢાકણું ઊંચું કરીને કોઈકે કશું કાઢવાનો પ્રયત્ન કર્યો લાગે છે. બધી વસ્તુઓ તપાસી જોઈ તો તેમાંથી બે સાડી અને બીજી કેટલીક ઝીણી વસ્તુઓ ઓછી થયેલી જણાઈ. સવારે બૅગ તૈયાર કરીને બંધ કરતી વખતે જે બે સાડી ઉપર મૂકવામાં આવી હતી તે બૅગનું ઢાંકણું ઊંચું કરીને, ખેંચીને કાઢી લેવામાં આવી છે એમ નક્કી ૨૮૬ એક પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy