SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ‘તમારી હોટેલનું નામ આપો. બીજી ફલાઇટમાં બૅગ આવી પહોંચશે એટલે અમે તમને જણાવશું.' એ તો ખરું, પરંતુ અમારાં કપડાંની બૅગ આવી નથી. વળી અમારે કેટલીક ચીજવસ્તુઓ તરત ખરીદવી પડશે, એટલે તમારે ઓવરનાઇટ એલાયન્સ આપવું જોઈએ. બૅગ મળતાં કેટલા દિવસ લાગશે, તે કોણ ચોક્કસ કહી શકે ?” પહેલાં તો એણે ઇન્કાર કર્યો. પરંતુ આંતરરાષ્ટ્રિય વિમાનસેવાના કાયદા પ્રમાણે એરકંપની આવું ભથ્થુ આપવા બંધાયેલી છે તેના પર મેં વારંવાર ભાર મૂક્યો. એટલે તે નિયમ મુજબ પચાસ ડૉલર આપવા સંમત થયો. પરંતુ તે પહેલાં અમારે કસ્ટમ્સમાંથી બહાર નીકળવાનું હતું, અને અમારો સામાન તપાસનાર કોઈ અધિકારી ત્યાં હાજર ન હતો. એ ન આવે ત્યાં સુધી દરવાજો ખૂલે નહીં અને અમે બહાર જઈ શકીએ નહીં. ઍરો પેરનો ઑફિસર કસ્ટમ્સના એક અધિકારીને કેટલીક વારે શોધી લાવ્યો. અમારો સામાન તપાસાયો, પરંતુ બહાર નીકળવામાં વાર લાગી, કારણ કે દરવાજાને તાળું મારીને ચાલ્યો ગયેલો ચોકીદાર જડતો ન હતો. કસ્ટમ્સ ઑફિસર ગયો અને થોડી વારે તેને શોધી લાવ્યો. દરવાજો ખૂલ્યો અને અમે બહાર નીકળ્યાં. સામાન સાથે અમે ઍરો પેરુના ઑફિસર સાથે ઍરો પેરુના કાઉન્ટર ઉપર ગયાં. અમારી બૅગ મળી નથી. તે માટેનાં, કાગળિયાં તૈયાર કરવાનાં હતાં. કાઉન્ટર સામે લૉન્જમાં અમને બેસાડી આફિસર પોતાની ઑફિસમાં અંદર ગયો. વિમાનમાંથી ઊતર્યાને અઢી કલાક વીતી ગયા હતા અને કાગળિયાંનો આ વિધિ કરવામાં બીજો એક કલાક વીતી ગયો. રાત તો ક્યારની પડી ગઈ હતી. અમે એ બધા કાગળો ઉપર સહી કરતાં હતાં ત્યાં એક માણસ દોડતો આવ્યો. તે બેગેજ સેકશનમાંથી આવ્યો હતો. તેણે કહ્યું, “એરો પેરુની ફલાઇટની એક બૅગ સામાનમાં પડી રહી છે. અમને થયું કે, કદાચ અમારી જ બૅગ હશે. અમે પૂછ્યું, “કેવા રંગની બૅગ છે ?' “લીલા રંગની.' તેણે કહ્યું અને પોતાના બે હાથ વડે તેની સાઇઝ બતાવી. “નક્કી એ અમારી જ બૅગ હોવી જોઈએ.' અમે એરો પેરુના ઑફિસરને કહ્યું. એને પણ એમ જ લાગ્યું. તેની તપાસ કરવા માટે અમારો કસ્ટમ્સમાંથી પસાર થયેલો સામાન એરો પેરુના કાઉન્ટરમાં અંદર મૂકી ઑફિસરની સાથે અમે બૅગેજ સેક્શનમાં ગયાં. ત્યાં ઘણી બૅગો પડેલી હતી. ફરજ પર ઊભેલા બૉગોટાનો અનુભવ * ૨૮૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy