SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ બધું મળીને લગભગ ત્રણ અબજ ડૉલરનું ખર્ચ કર્યું. આ એક ઘણું મોટું, માત્ર અમેરિકને જ પરવડે એવું, આર્થિક સાહસ હતું. અમેરિકા ત્યારે પણ કેટલો ધનાઢ્ય દેશ હતો તેનો ખ્યાલ પનામાની નહેર પાછળ એણે કરેલા ખર્ચ પરથી કરી શકાય છે. નહેર જોવા અમે ગયાં ત્યારે મિરાફલોર્સમાં જાણે મેળો ભરાયો હતો. નહેરમાં અડોઅડ બનાવેલા ત્રણ હોજની તદ્દન નજીક આપણને જવા દેવામાં આવે છે. અમે ત્યાં સુધી પહોંચ્યાં. દરમિયાન એટલાન્ટિક મહાસાગરમાંથી એક જહાજ આવ્યું. એ જહાજને મહાસાગરની સપાટીથી એકત્રીસ ફૂટ ઊંચે નહેરના એ છેડે ગાર્ન લૉક્સમાં લાવવામાં આવ્યું હતું. હવે મિરાફલોર્સમાં એને એની પાણીની સપાટીવાળા હોજમાં દાખલ કરાયું. તે દાખલ થઈ ગયા પછી તોજનો જાડો લોખંડી દરવાજો બંધ થઈ ગયો. હોજમાં યંત્ર વડે તરત પાણી ઉમેરવામાં આવ્યું. જેમ જેમ પાણી વધતું ગયું તેમ તેમ તેમાં તરતું જહાજ ઊંચે આવતું ગયું. હોજમાં આઠ મિનિટમાં સત્તાવીશ ફૂટ જેટલી સપાટી ઊંચી થાય એટલું, લગભગ એંસી લાખ ગેલન જેટલું પાણી ઉમેરાયું. હોજમાં નીચે દેખાતી સ્ટીમરમાં બેઠેલા જે પ્રવાસીઓને જોવા માટે અમારે મોટું નીચું કરવું પડતું હતું તે પ્રવાસીઓને અમે હવે સીધું મોઢું રાખીને જોઈ શકવા લાગ્યાં. પહેલા અને બીજા હોજની પાણીની સપાટી હવે સરખી થઈ ગઈ. ત્યાર પછી એ બેની વચ્ચેનો લોખંડનો દરવાજો યંત્ર વડે ખૂલી ગયો. સ્ટીમરને કપ્તાને બીજા નંબરના હોજમાં ધીમે ધીમે હંકારી લીધી. લોકોના ટોળા સાથે અમે પણ એ હોજ પાસે ખસ્યા. હોજનો એ દરવાજો બંધ થયો. પહેલા નંબરના હોજમાં ઉમેરાયેલું સત્તાવીસ ફૂટ જેટલું પાણી પાછું ઓછું થઈ ગયું. એ પાણી હવે બીજા નંબરના હોજમાં ભરાઈ ગયું. પરિણામે બીજા નંબરના હોજમાં પાણીની સપાટી હવે ચોપન ફૂટ જેટલી ઊંચી થઈ ગઈ. એ પ્રમાણે સ્ટીમર પણ કુલ ચોપન ફૂટ ઊંચી થઈ ગઈ. અંદર ઊભેલા પ્રવાસીઓને અમે હવે ઊંચું મોઢું કરીને જોવા લાગ્યા. બીજા હોજની પાણીની સપાટી હવે ત્રીજા હજની સપાટી જેટલી થઈ ગઈ. એ બેની વચ્ચેનો દરવાજો ખૂલતાં સ્ટીમર સરખી સપાટીવાળા ત્રીજા હોજમાં દાખલ થઈ. દરવાજો બંધ થયો. આ ત્રીજા-હોજની પાણીની સપાટી પૅસિફિક મહાસાગરનાં પાણીની સપાટી જેટલી હતી. એનો છેલ્લો દરવાજો ખૂલતાં સ્ટીમર નહેરમાં સડસડાટ ચાલવા લાગી અને થોડું અંતર પાર કરી પેસિફિક મહાસાગરમાં દાખલ થઈ ગઈ. ૨૭૮ * પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy