SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ “બસ, તો હું તમારો કૅડેટ છું. એક વર્ષ ઝેવિયર્સમાં ભણ્યો હતો અને એન.સી.સી.માં કેડેટ હતો. હું કૉલેજની હોસ્ટેલમાં રહેતો હતો. હૉસ્ટેલની બાજુના ચોગાનમાં આપણી પરેડ થતી. ૧૯૫૧-પરની આ વાત છે.' એકબીજાના પરિચિત છીએ એ જાણતાં જ અમે પરસ્પર વધુ આત્મીયતા અનુભવી. મેં કહ્યું, “પચ્ચીસથી વધુ વર્ષ થઈ ગયાં એ વાતને. આપણે સાઓપાઉલોમાં આ રીતે ફરી મળીશું એવી ત્યારે કલ્પના પણ નહીં. કેવું સુખદ આશ્ચર્ય ! પણ તમે ગોવા છોડી આટલે દૂર આવવાનું કેમ પસંદ કર્યું ?' કસ્ટોડિયોએ કહ્યું, “ત્યારે ગોવા પોર્ટુગીઝોનું રાજ્ય હતું અને બ્રાઝિલમાં પણ પોર્ટુગીઝોનું રાજ્ય. બ્રાઝિલની કેટલીય કંપનીઓ, ભણેલા માણસોની ખેંચ પડે એટલે, ગોવાના ભણેલા અને પોર્ટુગીઝ ભાષા જાણતા યુવાનોને સારી નોકરીની લાલચ આપીને પોતાના ખર્ચે લઈ આવતી. એ રીતે હું પણ અહીં આવ્યો. આવ્યા પછી થોડાંક વર્ષમાં ઠીક ઠીક પૈસા બચાવી ભારત પાછાં ફરવાનું વિચારતો હતો ત્યાં તો એક બ્રાઝિલિયન ગોરી યુવતી સાથે પ્રેમસંબંધ થયો. લગ્ન કર્યા. બાળકો થયાં એટલે બ્રાઝિલનો નાગરિક થઈ ગયો. ગોવા પાછા ફરવાને બદલે મા અને બહેનને બ્રાઝિલ બોલાવી લીધાં અને અહીં કાયમનો વસવાટ કર્યો. અહીં બ્રાઝિલમાં ગોવા કરતાં અમે વધારે સુખી છીએ. અહીં રહેવાને સારું ઘર છે, સારી કમાણી છે, ગાડી છે. અહીં કાળા-ગોરાનો ભેદભાવ નથી.. તોપણ, અલબત્ત, ભારત એટલે ભારત. મને ભારત વારંવાર યાદ આવે છે. એકબે વખત સગાંઓને મળવા જઈ આવ્યો છું.' “તમે યોશિહેરુ અમાટાને કેવી રીતે ઓળખો ?' મેં પૂછ્યું. હું એમની કંપનીમાં ડાયરેક્ટર તરીકે કામ કરું છું. યોશિતરુ સાઓ પાઉલો આવેલા ત્યારે મારે એમને એક સ્થળે અજાણતાં મળવાનું થયેલું. મારી સાથેની વાતચીતથી તેઓ પ્રસન્ન અને પ્રભાવિત થયેલા અને એમણે બ્રાઝિલમાં આવીને વસેલા જાપાનીઓને રોજી મળી રહે એ માટે નાના પાયા ઉપર પોતાનો ઉદ્યોગ શરૂ કરવાની ઇચ્છા દર્શાવી; તે પ્રમાણે નક્કી થયું અને એમની કંપનીમાં ડાયરેક્ટર તરીકે જોડાઈ જવાની એમણે મને ઓફર કરી. મેં એ ઑફર સ્વીકારી લીધી. ત્યારથી હું એમની કંપનીમાં કામ કરું છું.' કૉફી પીને અમે કસ્ટોડિયાને ઘરે ગયાં. એમણે એમની બ્રાઝિલિયન પત્નીનો પરિચય કરાવ્યો. મારાં પત્નીએ કેટલીક ભારતીય વસ્તુઓની તેમને ભેટ આપી. કલાકેક વાતો કરી અમે જમવા બેઠાં. કસ્ટોડિયાની પત્નીએ દાળ-ભાત, પૂરી, શાક વગેરે ભારતીય વાનગીઓ બનાવી હતી. એણે એ સાઓ પાઉલો અને સુઝાનો ૧ ૩૦પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy