________________
સ્ત્રીપુરુષોને પગ મફત બેસાડી આપવામાં આવ્યો છે. અલબત્ત દૂરના લોકો અસલામતીના ડરને લીધે જ્વલ્લે જ આવે છે.
બપોરે ભોજન વખતે બે ગુજરાતી યુવાનોનો પરિચય થયો. આનંદ અને શાલીન બંને ભાઈઓ છે અને ગુજરાતી સારું બોલે છે. પોતે કચ્છી ભાટિયા છે ને ઘરમાં બધા કચ્છી બોલે છે. એમના દાદા સવાસો વર્ષ પહેલાં બુજુબુરામાં આવીને વસેલા. ત્યારથી તેમનું કુટુંબ બુજુબુરામાં છે. બંને ભાઈઓએ કેનેડામાં રહીને વિદ્યાભ્યાસ કર્યો, પરંતુ ત્યાંના જીવનધોરણથી આકર્ષાયા વિના પાછા બુજુબુરામાં જ આવીને રહ્યા છે અને પોતાના પિતાના વ્યવસાયમાં સારી રીતે જોડાઈ ગયા છે. હું મુંબઈ યુનિવર્સિટીનો નિવૃત્ત પ્રાધ્યાપક છું એવો રોનાલ્ડ પરિચય આપતાં આનંદ તરત જ હિંદુ મંદિરમાં સાંજે મારું વ્યાખ્યાન ગોઠવ્યું. ગામમાં અઢીસો જેટલા ગુજરાતી છે. બધાને અડધા કલાકમાં ફોનથી સમાચાર પહોંચાડી દેવાયા.
- સાંજે હિંદુ મંદિરમાં ગુજરાતીઓને મળવાનું થયું. બુજુબુરામાં દોઢસો વર્ષથી વસવાટ છે, પણ ભાષા, પહેરવેશ, રહેણીકરણી, ધાર્મિક-સામાજિક ઉત્સવો વગેરેમાં તેમણે પોતાનું અસલી સ્વરૂપ જાળવી રાખ્યું છે. સભામાં મેં તથા મારા મિત્રોએ પ્રાસંગિક વક્તવ્યો રજૂ કર્યા. સભા પછી એક ભાઈ મળ્યા. પોતે જૈન છે. પોતાના બંગલામાં ઘરદેરાસર છે. ત્યાં દર્શન માટે આવવા કહ્યું. જવાનું મન થયું. જઈને જોયું તો આનંદવિભોર થઈ ગયા. બંગલાની બાજુમાં સરસ મોટું મંદિર કર્યું છે. ડુંગરની ટોચ પર આલીશાન બંગલો અંદરથી પણ કેટલો વિશાળ અને સુંદર સજાવટવાળો ! એમણે કહ્યું કે એમના પિતાશ્રી ભારતમાં મહિને ત્રીસ રૂપિયાની નોકરી કરતા હતા. તે છોડીને બુજુબુરામાં આવવાનું સાહસ કર્યું. ભાગ્ય પલટાયું અને ઘણું ધન કમાયા, પણ ધર્મકરણી સાચવી રાખી છે. દર્શન, સામાયિક, પ્રતિક્રમણ, ચોવિહાર, ઇત્યાદિમાં તેઓની ચુસ્તતા જોઈને એમને માટે અમને બહુ માન થયું. બુજુબુરામાં દસેક જૈન કુટુંબો છે. વાર-તહેવારે બધાં જ એમના બંગલે આવે છે અને કાર્યક્રમોમાં સહભાગી બને છે.
બુજુબુરામાં ગુજરાતની સાંસ્કૃતિક આબોહવા પણ સ્પર્શી જાય એવી છે. આપણને એમ થાય કે દુનિયાના કેવા અંતરિયાળ પ્રદેશોમાં જઈને ગુજરાતીઓ વસેલા છે !
બીજે દિવસે ગોઠવેલા કાર્યક્રમ પ્રમાણે અમે બધે ફર્યા. દૂરના વિસ્તારોમાં જવામાં સલામતી નથી એમ અમને કહેવામાં આવ્યું. સાંજે રોનાલ્ડના બંગલે બધા રોટેરિયનો માટે મિલન અને ભોજનનો કાર્યક્રમ
બુજુર્બારા એક ૨૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org