SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ગોઠવાયો હતો. આફ્રિકન, યુરોપિયન અને એશિયન એમ ત્રણે ખંડના કાળાગોરા અને ઘઉંવર્ણા મિત્રો પધાર્યા હતા. જમણ પછી જુદી જુદી મંડળીમાં ભાતભાતના વિષયો પર વાતો ચાલી. આવા મિલનમાં જવાની ઉતાવળ ન હોય. મોડી રાત સુધી પાર્ટી ચાલે, પરંતુ વાતચીત ચાલતી હતી ત્યાં કોઈક બોલ્યું, “અરે, અગિયાર વાગી ગયા.' અગિયાર ? તો ઊઠીએ બધા !' બે મિનિટમાં તો બધા વાત પડતી મૂકીને ઊભા થઈ ગયા. દરેકના પગમાં ઉતાવળ હતી. બીજી બે મિનિટમાં તો પોતપોતાની ગાડીમાં બેસી સૌ રવાના થઈ ગયા. અમે આશ્ચર્યથી જોઈ રહ્યા. કેમ બધા દોડ્યા ? અમારાથી સહજ પુછાઈ ગયું. રોનાલ્ટે કહ્યું, “રાતનો કરક્યું છે માટે.” કરફ્યુ ? પણ કંઈ રમખાણ વગર.' હા, અહીં વર્ષોથી એમ જ ચાલે છે. બુજુસ્કુરા હાલ સલામત છે. તો પણ કરફ્યુ જરૂરી છે. બહારગામ તો અંધારું થતાં સંચારબંધી થઈ જાય છે. ઘણાં વર્ષથી આ પ્રમાણે ચાલે છે. સલામતી માટે એ અનિવાર્ય અમે વિચારે ચડી ગયા. રવાન્ડા અને બુરુંડી કેટલા બધા નાના નાના દેશ છે. છતાં આનુવંશિક અથડામણોને કારણે સતત સંચારબંધીમાં જીવતી પ્રજાનો વિકાસ કેવી રીતે થાય ? વિકાસની વાત તો દૂર રહી. “જયપુર ફૂટ'ની વાત કરીએ તો આપનારને મફત પગ બેસાડી આપવા છે અને લેનારને મફત જોઈએ છે, પણ વિધિની વિચિત્રતા કેવી છે કે સલામતીના અભાવે આપનારા બુજુબુરાની બહાર જઈ શકતા નથી અને લેનારા આવી શકતા નથી. ગરીબી અને ભૂખમરો, શારીરિક વિકલતા અને સલામતીની ચિંતા, જાણે અભિશાપ હોય તેમ, પ્રજાને કેવી કચડી નાખે છે ! (પાસપોર્ટની પાંખે-૩) ૨૧૮ : પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy