SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ પોતપોતાના જૂથમાં નિશ્ચિત કરેલા ટેબલ આસપાસ ગોઠવાયા. પીણાં અને ભોજનની વાનગીઓ પીરસાતી રહી અને રંગમંચ પરથી એક પછી એક ગીતો, ઘણાં બધાં વાજિંત્રો સાથે મુખ્ય ગાયક કે ગાયિકા અથવા સમગ્ર ગાયકવૃંદ હાથમાં છૂટું માઈક રાખી ફરતાં ફરતાં ગાતાં જતાં હતાં. જે જે દેશનાં નામ બોલાય તે તે દેશના પ્રવાસી મહેમાનો ઊભા થાય, તેઓને જોરદાર તાળીઓથી વધાવવામાં આવે અને તે પછી તે તે દેશનાં ફિલ્મી અને બીજા મશહૂર ગીતો ગવાતાં જાય. એમાં યુરોપના દેશો ઉપરાંત ભારત, ચીન, જાપાન, કોરિયા વગેરે ત્રીસથી અધિક દેશોનાં તે તે ભાષાનાં ગીતો મુખ્ય ગાયકે પહાડી અવાજે, હાથમાં કાગળ રાખ્યા વિના, મોઢે ગાયાં. ભારતનાં ગીતોમાં રાજ કપૂરનાં ચલચિત્રોનાં “મેરા જૂતા હૈ જાપાની', “મેરા નામ રાજુ' વગેરે ગીતો એવી સરસ રીતે ગાયાં, કે મૂળ ગાયકની ખોટ ન વરતાય. આ બધાં ગીતોમાં “ઈસ્તંબુલ - કોન્સેન્ટિનોપલ' ગીત પણ મને ઘણાં વર્ષે સાંભળવા મળ્યું. ઊંચા, ભરાવદાર મૂછો અને એવા જ શરીરવાળા હસમુખા ગાયકના લહેકા અને ગીતોની સજ્જતા માટે બધાને બહુ માન થયું અને પ્રત્યેક ગીતે બહુ તાળીઓ પડી. અહીં જાણે વિશ્વબંધુત્વની ભાવનાનું વાતાવરણ સર્જાયું હતું. આ મહેફિલનો અમને એક અનોખો અનુભવ થયો. બીજે દિવસે સવારે બોટમાં અમે બોસ્પોરસની સહેલગાહે નીકળ્યાં. આ સામુદ્રધુનીના બંને કિનારે આવેલી ઐતિહાસિક ઈમારતોનો પરિચય કરાવાતો ગયો. અમે ત્રીસેક કિલોમીટર દૂર તારાબિયા નામના નગર સુધી ગયા. સરમુખત્યાર કમાલ પાશાનો સમૃદ્ધ મહેલ અમે જોયો. સમુદ્રકિનારે એ એક આલીશાન ઈમારત છે. બોટમાં પાછા ફરીને અમે ઈસ્તંબુલ બંદરે ઊતર્યા. અહીં પાસે જ બજારમાં મીઠાઈ-મેવાની હારબંધ દુકાનો છે. તુર્કસ્તાન એટલે પિસ્તાંનો દેશ. તુર્કસ્તાન, ગ્રીસ વગેરે દેશોમાં ફળદ્રુપ જમીન, માફકસર વરસાદ અને તડકો તથા અનુકૂળ હવામાનને કારણે પિસ્તાનાં વૃક્ષો બહુ છે અને પ્રતિવર્ષ પિસ્તાનો મબલખ પાક થાય છે. એટલે પિસ્તાં અહીં સસ્તાં મળે છે. અહીં દુકાનોની બહાર પિસ્તાં ભરેલા ખુલ્લા કોથળા મૂકવામાં આવ્યા હતા. બહાર ઊભેલા દુકાનોના સેલ્સમૅનો ઘરાકોને પોતાની દુકાન તરફ ખેંચવા માટે બૂમાબૂમ કરતા હતા. અમારે પિસ્તાં ખરીદવાં હતાં. એક દુકાન પાસે ગયા તો દુકાનદારે તરત મૂઠો ભરીને પિસ્તાં અમને ચાખવા આપ્યાં. આવા બજારમાં આવીએ ત્યારે જ ખબર પડે કે અહો, પિસ્તામાં પણ કેટલી બધી જાતો છે ! દુકાનદાર ઉદારતાથી ચખાડે, અને બે જાત વચ્ચેનો ફરક ઈસ્તંબુલ - કોસ્ટેન્ટિનોપલ ૪૯ ૮૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy