SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ તેઓ પણ ત્રણ દાયકાથી અધિક સમય આ પ્રદેશમાં રહ્યા હતા. જ્હોન મૂર આ પ્રદેશનાં પોતાનાં સંસ્મરણો, અવલોકનો, નોંધ વગેરે લખતા રહ્યા હતા. એ વાંચતાં જ પ્રતીતિ થાય કે કોઈ શાંતિપ્રિય, અધ્યાત્મરસિક કવિનો જીવ તેઓ હોવા જોઈએ. તેમણે યોસેમિટીને “પ્રકૃતિના ભવ્ય મંદિર' તરીકે બિરદાવેલું છે. તેમણે ઈ. સ. ૧૮૭૧માં અમેરિકન ચિંતક ઈમર્સનને લખ્યું હતું, “યોસેમિટી એ પ્રકૃતિ સાથે તાદાભ્ય સાધવાની એક અદ્ભુત પ્રયોગશાળા છે. હું તમને યોસેમિટીમાં એક મહિના માટે પધારવાનું નિમંત્રણ આપું છું. એ માટે તમારે સમય આપવા સિવાય બીજું કંઈ પણ ખર્ચ કરવાનું નહિ રહે. સમયનું ખર્ચ પણ અહીં ઓછું થશે કારણ કે ઘણોખરો વખત તમે અનંતતામાં વિહરતા હશો.” જ્હોન મૂર જેવી વ્યક્તિ ઇમર્સન જેવા ચિંતકને એવી લાક્ષણિક રીતે લખે તો એ પરથી યોસેમિટીનો પ્રદેશ કેવો હશે એની આપણને ખાતરી થાય. અલબત્ત, એક પર્યટન કેન્દ્ર બનવાને કારણે યોસેમિટીમાં લોકોની અવરજવર ઘણી બધી વધી જવાથી, જ્હોન મૂરના સમયનું વાતાવરણ મુખ્ય માર્ગો પર રહ્યું નથી તોપણ એ માર્ગોથી થોડા આઘે એકાત્ત સ્થળમાં થોડા દિવસ રહેવા મળે તો એવા પ્રેરક અનુભવો જરૂર આજે પણ થાય. યોસેમિટી એટલે પ્રાચીન કાળના ઋષિમુનિઓ પસંદ કરે એવું એક સુરમ્ય, સુશાન્ત સાધનાક્ષેત્ર, કેટલાક ઇતિહાસકારો કહે છે તેમ દસ હજાર વર્ષથી માનવજાતિનું આ એક પ્રિય ક્ષેત્ર રહ્યા કર્યું છે. ત્રણ હજાર વર્ષ પૂર્વે અહીં માનવજાતિ વસતી હતી એનાં નિશ્ચિત પ્રમાણો મળે છે. હાલ આ વિસ્તારમાં જે આદિવાસીઓ રહે છે તેઓના હજાર-બારસો વર્ષ પૂર્વેના વડવાઓ “આહવાહનીચી' તરીકે ઓળખાતા હતા. તેઓએ પોતાની ભાષામાં આ ખીણને આપેલું નામ તે “આહવાહની' છે. એનો અર્થ થાય છે ખુલ્લું મોટું. ત્રણ બાજુ પર્વતો અને વચ્ચે ખીણ જેવો પ્રદેશ તેઓને ખુલ્લા મોઢા જેવો લાગતો હશે. એટલે આ પ્રદેશનું નામ પડ્યું. “આહવાહની' અને આહવાહની'માં રહેતા લોકો તે કહેવાયા “આહવાહનીચી'. આ પ્રજાના વંશજો આજે પણ ત્યાં વિદ્યમાન છે અને તેઓ જુદા જુદા નામથી ઓળખાય છે. અમેરિકાના પશ્ચિમ વિભાગમાં આ પ્રદેશ આવેલો હોવાથી પેસિફિક મહાસાગરના કિનારે આવેલાં ગામો સાથે તેઓનો સંબંધ વધુ રહ્યો છે. આહવાહનીચી માંથી વખત જતાં “મિવોક', “પાયુતે', “તેનાયા' વગેરે ઇન્ડિયન પ્રજાઓ ઊતરી આવી. કેલિફોર્નિયામાં અને બાજુના નેવાડા રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં આ આદિવાસીઓ હજુ પણ જોવા મળે છે. ૨૩૬ પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy